________________
૨૯૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
વધાવે છે. અહીં લોકે એટલે ચક્રવતી થી માંડીને સામાન્ય રાજા પર્યત જે દેશને સાંભળવા આવેલા તે તેમજ શ્રાવક-નગરજન સર્વે (શાલી) ચોખા વડે વધાવે છે તેમ સમજવું.
શુદ્ધ જલ વડે રાંધેલા ચેખા, અર્ધફૂલેલા ચેખાને રત્નના થાળમાં ભરી સર્વ શૃંગાર સજી સુવાસણ સ્ત્રીના મસ્તક પર ધારણ કરાવે. દેવતા તેમાં સુગંધી દ્રવ્ય નાખે. અનેક પ્રકારના ગીત-વાદ્ય પૂર્વક તે બલિ પ્રભુ પાસે લઈ જવામાં આવે, પૂર્વ દ્વારેથી તેને સમેવસણમાં પ્રવેશ કરાવે, બલિ પાત્ર આવે ત્યારે પ્રભુ ક્ષણવાર દેશના દેતા વિરમે, ચક્રવતી પ્રમુખ શ્રાવકે તે બલિ સામે ત્રણ પ્રદક્ષિણા આપે, પ્રભુના ચરણ પાસે આવી પૂર્વ દિશામાં ઉભા રહે. પ્રૌઢ મુષ્ટિ વડે સર્વ દિશામાં તે બલિ ફેંકવા વડે કરીને પ્રભુને વધાવે છે. અર્થે ભાગ આકાશમાં દેવતા ગ્રહણ કરી લે છે, પા ભાગ બલિના કર્તા આગેવાન લે અને શેષ પા ભાગ લેકે જેમ મળી શકે તેમ લઈ લે છે. તે બલિને માત્ર એક કણ માથે મુકે તે પણ સર્વ રોગ શમી જાય છે અને છ માસ સુધી ન રેગ નથી.
પ્રભુને થતી (અંગરચના) વસ્ત્રાભૂષણ વડે પણ સત્કાર કરાય છે. આ દ્રવ્ય કે ભાવ સત્કારને લાભ મને કયારે મલે તેવું કાસર્ગમાં ચિંતવે.
(૪) સમાન :- સન્માન, સ્તુતિ-સ્તવના કે ગુણક્તિને દ્રવ્યથી વાણુ વડે અને ભાવથી વિનય વડે થાય.
તીર્થકર દેવ સંસારમાં રહ્યા છતાં ભાવથી તેમાં લેવાતા નથી, ભેગે પણ કમ ખપાવવા માટે જ ભેગવે છે. છતાં વિરકત રહે છે અને લેકાંતિક દેવાની વિનંતી પૂર્વક સંસારને ત્યાગ કરી પ્રવજ્યા ગ્રહણ કરે છે. ત્યારે તે દીક્ષા મહોત્સવની ઉજવણી દેવે આવીને ભારે સન્માન પૂર્વક કરે છે. આવા ઉત્કૃષ્ટ સન્માનનું નિમિત્ત મને કયારે મળે તેવું કાર્યોત્સર્ગ થકી ચીંતવે.
(પ) બોહીલાભ :- બોધિલાભ. અર્હત્ પ્રણિત ધર્મની પ્રાપ્તિ. પરલોકમાં જિનધર્મની પ્રાપ્તિ તે બેધિ લાભ. લલિત વિસ્તરામાં જણાવ્યું છે.
जिन प्रणीतं धर्मप्राप्ति-बोधिलाभो अभिधीयते દીક્ષા લઈને તીર્થંકર પરમાત્મા દર્શનાધિ, જ્ઞાનધિ અને