________________
(૩) જિનાજ્ઞા-શું ન કરવું?
– પાપને ધિકકારો आकालमियमाज्ञा ते हेयोपादेय गोचरा:
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः વીતરાગ સ્તોત્રના ૧૯ માં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજા જણાવે કે હે ભગવન્! હમેશાં તારી આજ્ઞા એ જ છે કે આ સર્વથા છેડવા લાયક છે અને સંવર હંમેશાં ઉપાદેય–આદરણીય છે.
જિનેશ્વરની આજ્ઞા માનવી જ જોઈએ ગાણ મો. બહુ સહેલાઈથી બોલાય છે. પણ જિનાજ્ઞા એટલે શું ? વિચાર્યું છે કદી? કલિકાલ ભગવંતે કેટલી સુંદર સચોટ વ્યાખ્યા કરી. બે જ વાકયમાં બધુ સમાવી દીધું. આશ્રવ છોડે. સંવર આદર પણ આશ્રવ એટલે? માત્ર- એટલે શું?
इन्दिअ कषाय अन्वय जोगा, पंच चउ पंच तिन्नकम्मा . किरियाओ पणवीस, इमाइ ताओ अणुक्कमसो નવ તત્વ કાર આશ્રવને સ્પષ્ટ કરવા માટે મુખ્ય પાંચ ભેદ જણાવે છે. ૫ ઈદ્રિય ૪ કષાય ૫ અવિરતિ ૩ વેગ અને ૨૫ કિયા એ મુખ્ય પાંચભેદે અને ૪૨ પેટા ભેદે, જે કર્મને જીવ તરફ આવવાના દ્વારે છે તે આશ્રવ છે. આશ્રવ એટલે કર્મનું આવવું અથવા કર્મબન્ધ થવાના હેતુરૂપ પરિબળો.
આત્મામાં રાગ-દ્વેષ રૂપ ચુંબકત્વ રહેલું હોય ત્યાં સુધી જેમ લેહચુંબક લેખંડને પિતા તરફ ખેંચે તેમ આત્મા કર્મોની વર્ગને પિતા તરફ ખેંચે છે. અને આ “કર્મોનું આવવું” તેજ આશ્રવ. એક પ્રસંગ –
તે દી ઢાંક ગામના ટીંબે દાદાભાઈ-કલેભાઈ બે ચારણ વસતા'તા. બેઉને જીભને ટેરવે શારદાને વાસ જેઈલે. એક વખત જામનગરના ધણી વિભાજામને મળવા ઘેડા પલાણ્યા. વિભાજામે પણ કવિઓને રૂડે આવકાર દીધે. રાત્રે ડાયરો જામ્યો છે. આખી કચેરી હકડે ઠઠ ભરી છે. વિભજામ ચારાણું માથે મીટ માંડે છે ને કહ્યું : કરાવે મોજ ડાયરાને, ગઢવા. ને જાણે સરસ્વતિ વહેતી હોય તેમ સરવાણીયું છુટી. બુલંદ અવાજથી