________________
૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઋષભદેવની માળા કરે તે પણ નામનું સ્મરણ, પાર્શ્વનાથની કરે તે પણ નામ સ્મરણ અને મહાવીર સ્વામીને જાપ કરે તે પણ નામ સ્મરણ જ કહેવાય. ત્રણ જગતના લોકોને પવિત્ર કરનાર, પરમાત્માનું નામ સ્મરણ છે. આ રીતે લેકેને આરાધના માર્ગે જોડવા તે સહસ્ત્રકુટ નામાવલીની આરાધના ગોઠવાયેલી છે.
એજ રીતે અરિહંતની આકૃતિ–આકૃતિ એટલે મુખ્યતાએ પ્રતિમા પ્રતિમાજી શાશ્વત અને અશાશ્વત બંને રૂપે વિદ્યમાન છે. જિનેશ્વર સાક્ષાત્ વિદ્યમાન તે સર્વક્ષેત્રમાં સર્વકાળે હોય નહીં પણ તેનું બીબ જ સ્થાપના જિન રૂપે પૂજનીય બને છે. વળી ભક્તિનું સાતત્ય પણ આકૃતિ થકી વિશેષ રહી શકે અને એ રીતે આકૃતિ પણ ત્રણ જગતના લોકોને પવિત્ર કરનારી છે. - દ્રવ્ય જિન એટલે જે ભાવિમાં જિન થવાના છે તે સામાન્ય અર્થ સ્વીકારીએ તે પણ જન્મ કલ્યાણક–ચ્યવન કલ્યાણકાદિ સમયે તેમની વિશિષ્ટ ભક્તિ ત્રણ જગતને લેકેને પવિત્ર કરનારી છે.
ભાવજિન તે સાક્ષાત્ કલ્યાણકારી છે જ.
આ રીતે નામાકૃતિ દ્રવ્યમાāઃ ચાર રીતે જગતને જીને પવિત્ર કરે છે. તેવા પ્રકારના જિનની આજ્ઞા પ્રમાણ કરવાની છે.
પરમાત્માની આટલી ઓળખ પ્રાપ્ત કર્યા બાદ જિનની આજ્ઞા શું છે? તે કઈ રીતે જણાવે તે અધિકાર અગ્રે વર્તમાન.