________________
પરમાત્માને ઓળખે
વાયા. બીજે દિ ધિંગાણું જામ્યું. હાકલા-પડકારા થયા. એક જુવાન તલવાર વિઝત ફરી રહ્યો છે. ધિંગાણામાં ઝરકે તે ઝાટકે દેવાઈ ગયો. પણ ખંભાળાને એક જુવાન પણ ભાલે વીંધાઈ ગયે. ઘર ધીંગાણામાં નવચંદરી ભેંસે જાશે એમ લાગતાં ભડાં રેડવી લીધાં. ભેજ બાપુ ખાલી હાથે પાછાં ફર્યો. ગામને ઝાંપે જોયું તે મરદના વેશમાં ભાલે વિંધાયેલી ઝમકુ પડી હતી.
વિચાર કરવા જેવું છે કે જે ગામમાં જનમ લીધે તે એક ગામના ધણને માટે માણસ આખા જીવતરને જોખમમાં મુકી દે એટલા બધાં પ્રીતિ બહુમાન હોય તે આપણે અતિશય ધારી અને ભવોભવ મળનારા ધણી એવા અરિહંત પરમાત્મા વિતરાગ જિનેધર દેવની આજ્ઞા પાલનરૂપ બહુમાન પ્રીતિ કેમ ન હોય?
વળી જિનેશ્વર પરમાત્મા તે આપણને દ્રવ્યથી, ભાવથી–નામ સ્મરણ રૂપે કે મૂર્તિરૂપે સર્વથા પવિત્ર કરનાર છે માટે જિનાજ્ઞા માનવી જ જોઈએ.
જિનેશ્વર નામ આકતિદ્રવ્ય-ભાવથી કઈ રીતે પવિત્ર કરે છે
नामाकृति द्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम्
क्षेत्रे काले च सर्व स्मिन्नर्हतः समुपास्महे કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યજી જણાવે કે અમે અરિહતની સમુપાસના કરીએ છીએ. પણ તે અરિહંત કેવા છે?
તેનું નામ-આકૃતિ દ્રવ્ય જિન કે ભાવ જિન ત્રણ જગતના લોકોને પવિત્ર કરે છે. વળી આગળ કેટલું બધું કહી દીધું ? સર્વસ્મિનું ક્ષેત્રે કાલે ચ– સઘળાં કાળે અને બધાં જ ક્ષેત્રોમાં.
આપણે આજે “જિનની” પરમાત્માની ઓળખ કરવા બેઠા છીએ. તે પણ શા માટે? જેની આજ્ઞા પ્રમાણ માનવાની છે તેની ઓળખ કરવી છે. માત્ર ઓળખથી અટકવું નથી પણ તેનું મહત્વ પણ હૃદયમાં અવધારવાનું છે. તે માટે આ ગાથા કેટલા સુંદર શબ્દો કહી જાય છે.
સર્વ કાળમાં કે સર્વ ક્ષેત્રોમાં પરમાત્મા આપણને પવિત્ર કરે છે. માત્ર પરમાત્માનું નામસ્મરણ કરે તે પણ ત્રણે જગતના લેકેને પવિત્ર કરે છે.