________________
૨૯૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તેઓએ સેકેટીસને વિષને હાલે પી જઈને મૃત્યુને શરણે જવાની સજા ફટકારી દીધી.
સેકેટીસને તે આ સજા સાંભળી કંઈજ ન થયું કેમકે તેને કાયાની માયા વળગી જ ન હતી. સેક્રેટીસના એક શિષ્ય પૂછયું કે ગુરુજી આપને મૃત્યુની જરાયે બીક નથી લાગતી? સેકેટીસ કહે મૃત્યુની બીક શું? તે કેઈ અમંગળ ઘટના નથી. એક દિવસ તે આ કાયાને ત્યાગ કરીને જવાનું જ છે. આત્મા તે અમર છે. તે આ ખેળીયું છડી બીજા ખાળીયામાં પ્રવેશ કરશે. પછી મારે મૃત્યુની બીક શેની?
અને ખરેખર સેક્રેટીસે વિષનો પ્યાલો પીધે ત્યારે જાણે કાયાની કેઈપણ પ્રકારની મમતા કે માયા ન હોય તેવી શાંતિથી ઝેર ગટગટાવી ગયા.
આવા જીવાત્માને માટે GIT વોસિરાનિ ઘણુંજ સહેલું છે. એક વખત આત્માએ કાયા ઉપરને માલિકી ભાવ છેડી દીધે-પછી તેને કેઈપણ પરિષહ કે ઉપસર્ગ ચલાયમાન કરી શક્તા નથી.
કાયોત્સર્ગ આવશ્યકમાં સદા ઉદ્યમવંત રહેવા માટે ઠાણેણું (કાય ગુપ્તિ) મેણેણું (વચન ગુપ્તિ) ઝણેણું (મને ગુપ્તિ) ધારણ કરી નિજ સવરૂપે સદા મગનમાં રહેવું.
ખરેખર ધન્ય છે ગજસુકુમાલ-મેતારજ મુનિવર–સુકેશલ મુનિ આદિ મહાત્માઓને જેઓ કાયાના મમત્વને છોડી, આતમ ધ્યાને લીન બની કાયોત્સર્ગ આવશ્યકની સાધનાના પથ પર ચાલતા મેક્ષમહેલમાં પ્રવેશી પિતાના શ્રેયને પામનારા બન્યા.