________________
સદા મગનમાં રહેવું
२८७
સહન કરવા લાગ્યા. શરીરએ પર છે અને આત્મા સ્વ છે. બળે છે એ માત્ર કાયા છે તેવું વિચારી આત્મ સ્વરૂપમાં લીન રહ્યા.
મારું કંઈ બળતું નથી. બળે બીજાનું અંગ પાડોશીની આગમાં રે આપણે અલગ રંગ
ગજસુકુમાલ મહામુનિજી શમશાને કાઉસ્સગ્ન કcurr વોસિરામિ–આતમ ધ્યાનથી રે સંતે સદા મગનમાં રહેવું એ ભાવ છે. બસ પછી તે બહિરભિાનું વિસર્જન કરી દીધું, અંતરાત્મા જાગૃત થયે, કેવળજ્ઞાન પ્રગટ્યું અને અંતકૃત કેવલી થયા ગજસુકુમાલ. પણ કઈ રીતે ? અપાણે સિરામિ રૂ૫ કાયોત્સર્ગ પ્રતીજ્ઞાનું પાલન કરવાથી
બીજે મહત્વને વિચારણીય મુદ્દો છે કાત્સર્ગ સ્વરૂપ-ડાળ मोणेणं झाणेण
સ્થાન વડે સ્થિર થવું–મૌન વડે સ્થિર થવું અને ધ્યાન વડે સ્થિર થવું એટલે કે કાયગુણિ, વચન ગુપ્તિ, મને ગુપ્તિ પૂર્વક કાયોસર્ગ કર.
ઠાણે :- શરીરને સ્થિર કરો. શાંત પણે સ્થિર ઉભા રહેતાં કે બેસતા શારીરિક ચંચળતા પર ઘણના ઘા પડે છે. મન અને વાણીને ચંચળ બનાવવા શરીરમાંથી મળતી વિજળી પુરવઠો બંધ પડે છે. વિજળી પુરવઠે ખેરવાતા મનરૂપી મશીન પણ બંધ પડે છે.
ગૌતમ સ્વામીએ ભગવંતને પૂછયું. શરીરની સ્થિરતાથી જીવને શો લાભ થાય? ભગવાન કહે “જીવ સંવરને પ્રાપ્ત કરે” અર્થાત્ શરીર સ્થિર થતાં કર્મોને આવવાના દ્વારા બંધ થાય.
આ સમયે કાયોત્સર્ગના ૧૯ દોષ ટાળવા જોઈએ (૧) ઘટક દોષ-ઘોડાની પેઠે પગ ઊંચો કે વાંકે રાખવો.
(૨) લતા દોષ–વાયુ વડે વેલ હલે તેમ શરીર હલાવવું. (૩) સ્તસ્માદિ દોષ-થાંભલા વગેરેને ઠીંગણ દઈ ઉભા
રહેવું તે.
(૪) માલ દોષ–મેળી કે માળને મસ્તક ટેકવવું.
(૫) ઉઘિ દોષ–ગાડાની ઉઘાની માફક પગના અંગુઠા તથા પાની મેળવીને ઉભા રહેવું તે.