________________
૨૮૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
શર્મા બ્રાહ્મણ ની સોમા નામની પુત્રી સાથે વિવાહ કર્યો. પણ ગજસુકુમાલના મનમાંથી વૈરાગ્ય ખસતો નથી.
એકદા નેમિનાથ પ્રભુ સહસાવનમાં સમેસર્યા હતા, માનવભવની દુર્લભતા સમજાવતી દેશના આપી. સંસારની અસારતા અને ક્ષણ ભંગુરતાને બાધ આપે. પ્રભુએ જણાવ્યું કે આ આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. અને પ્રત્યેક પ્રદેશે અનંતી કર્મ વર્ગણુઓ લાગેલી છે. આ તમાણ કર્મવગણાનો ક્ષય કર્યા સિવાય આમા શુદ્ધ સ્વરૂપ પામીને મેક્ષે જ નથી.
ગજસુકુમાલ, નેમિનાથ ભગવંતને પૂછે છે. હે પ્રભુ! તે કર્મવર્ગસુને ક્ષય કયારે થાય? પ્રભુ જણાવે કે સાત ભવની મહેનતમાં પણ થાય. ફરી ગજસુકુમાલ પૂછે, ભગવન્! તેનાથી જલદી કર હેય તે? પ્રભુ બેલ્લા ત્રણ ભવે પણ ક્ષય થાય. પણ પ્રભુ તેનાથી પણ વહેલે ક્ષય કરે હોય? પ્રભુ કહે એક ભવમાં પણ કરી શકાય, પરંતુ દીક્ષા લેવી પડે.
ગજસુકુમાલે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુને પહેલા જ પ્રશ્ન કર્યો, ભાગવન્! મારે તે જલદીથી જલ્દી બધી કર્મવર્ગણ દૂર કરવી છે તે મારે શું કરવું? પ્રભુ કહે તે કાઉસ્સગ્ન કર. પ્રભુની આજ્ઞા લઈ તુરંત શમશાનમાં જઈ કાઉસ્સગ્નમાં લીન થયા “સદા મગનમાં રહેવું? પંક્તિ પકડી આતમ ધ્યાનમાં લાગી ગયા. - તેના સેમીલનામે શ્વશુર ત્યાંથી પસાર થતા જુએ છે. અરે! આ તે મારે જમાઈ લાગે છે, તેણે મારી પુત્રીનું જીવન બરબાદ કરી નાખ્યું.
તે સમયે ગજસુકુમાલનું પૂર્વનું કર્મ ઉદયમાં આવેલું. ગજસુકુ માલને જીવ અપરમા હતો અને સાવકા છોકરાને ખૂબ ભૂખ લાગેલી, ત્યારે ગરમા ગરમ રોટલો માથે મુકી દીધેલ. અપરમાને છવ બન્યો ગજસુકુમાલ અને સાવકા છોકરાને જીવ તે સોમશર્મા બ્રાહ્મણ.
અહીં મશર્મા પૂરા રેષમાં આવીને ભીની માટી લાવ્યા. ગજસુકુમાલના તાજા મુંડાયેલા મરતક પર માટીની પાળ બાંધી. પાસેની ચીતામાંથી ધગધગતા અંગારા લાવીને માથા ઉપર ભરી દીધા. અંગારાથી મુનિનું માથું ફાટવા લાગ્યું. ખૂબજ વેદના થઈ પણ સમભાવે