________________
(૨૯) કાયોત્સર્ગ–અ નસ્થ
– સદા મગનમાં રહેવું
वासी चंदण कप्पो जो मरणं जीविए य सममण्णो
देहेय अपडिबद्धो काउस्सग्गो हवइ तस्स શરીરને કોઈ વાંસડાથી છેદે કે તેના પર ચંદનનું વિલેપન કરે. અથવા જીવન ટકે કે તેને જલ્દી અંત આવે છતાં જે દેહ ભાવનાથી ખરડાય નહીં અને મનને બરાબર સમભાવમાં રાખે તેને કાર્યોત્સર્ગ થાય છે.
આ લેક કાયોત્સર્ગના હાઈ ને સ્પષ્ટ કરે છે. જ્યારે આત્મા સમભાવની સ્થિતિથી વાસીત થયે હેય અને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોમાં પણ દેહભાવના છોડી દઈને સ્થિરતા ધારણ કરી શકે તેને કાઉસ્સગ કહેવાય છે.
કાર્યોત્સર્ગ કરતે જીવાત્મા મનમાં સતત ચિંતવન કરતે હોય કે કયારે એ દિવસ આવશે જ્યારે હું પણ બાહુબલીજી વગેરે મહામુનિઓની માફક અચલ અડેલ બનીને કાર્યોત્સર્ગમાં સ્થિર થઈશ. એકાંત અને નિર્જન ભૂમિમાં ઉભેલા મારા શરીર સાથે ઘસાઈને પશુઓ નિશ્ચલ રીતે બેસશે, પક્ષીઓ ત્યાં વિશ્રામ લેશે. ધર્મ ધ્યાનમાં સ્થિર થયેલ એ હું કયારે શુકલ ધ્યાનની ધારા પ્રાપ્ત કરીશ.
વિલાયત ખાં ભારતના એક મહાન સીતાર વાદક થઈ ગયા. તેમના બચપણમાં બનેલ એક પ્રસંગ છે.
વિલાયતખાંના પિતા એક વિખ્યાત સંગીતકાર હતા. પણ તેમની માત્ર આઠ-નવ વર્ષની ઉંમરમાંજ પિતાજીનું મૃત્યુ થઈ ગયેલું. તેની માતાએ વિલાયતખાંને પિતાની જરાપણ ખોટ સાલવા ન દીધી. પુત્રના ઉછેરમાં પોતાની શક્તિને કામે લગાડી.
સારી સંગીતજ્ઞા એવી માતા કલકત્તાના શીયાળાની ઠંડી રાતેમાં પણ પિતાના પુત્રને બેસાડી સિતારના રિયાઝમાં તલ્લીન બની જતી. પુત્રને પણ સિતારવાદનનું નિયમિત શિક્ષણ આપે.
એક વખત કમરે બંધ કરી માતાજી સિતાર તાલીમ આપી રહ્યા છે. પુત્રે ફરીયાદ કરી મા મને ઠંડી લાગે છે, જે કેવી કાતિલ ઠંડી છે.