________________
૨૮૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ સમયે જિનદાસ શ્રેષ્ઠીની પિતાની જ પત્ની કર્મયોગે કુછદ ચડી, પોતાના પ્રિય પાત્ર એવા જાર પુરુષ સાથે વ્યભિચાર કરવા તે પણ ઘરની બહાર નીકળી ગઈ છે. જ્યાં સદાચારની સીમા પર શ્રાવક કાર્યોત્સર્ગમાં લીન બન્યા છે, ત્યાંજ દુરાચારની સીમા પર બેઠેલી તેની પત્ની નીરવ અંધકાર માં નિર્લજજ કામચેષ્ટા કરવા માટે પલંગ લઈને જ આવી છે. - કાયોત્સર્ગમાં લીન શ્રાવકના એક પગ ઉપર પલંગને પાયે મુકાઈ ગયો. ખુદની પત્ની ને રાત્રી નો અને પ્રેમને મદ-બને અંધકાર માં કશું દેખાયું નહીં. તેણીની વ્યભિચાર લીલા ચાલુ થઈ. ઉપાસકના પગ ઉપર સતત ભારના દબાણથી શારીરિક વેદના તે અસહ્ય હતીજ ઉપરાંત નજર સામે પિતાની પત્નીના ચરિત્રની મનોવેદના કેટલી ભયંકર હશે ?
છતાં પાપના બીજને બાળી નાખવા ટાણેણં મેણું ઝાણેણું પૂર્વક અપાયું સિરામિ કરી કાર્યોત્સર્ગમાં ઉભેલા શ્રમણે પાસક જિન દાસ કશો જ વિક્ષેભ પામ્યા વિના ધર્મધ્યાનમાં લીન બનેલા છે. વહેલી સવાર સુધી આવી વિડંબના સહન કરતાં અંતે મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યો પણ કાયોત્સર્ગ ને છોડી નહીં.
કાયોત્સર્ગ કરવાથી દેહની જડતા દૂર થાય છે, બુદ્ધિ શુદ્ધ બને છે, સુખ દુઃખ સહેવાની શક્તિને વિકાસ થાય છે, સૂક્ષમ ચિંતન થાય છે અને છેલ્લે શુભ ધ્યાન માં આગળ વધતાં મેક્ષ પ્રાપ્તિ થાય છે.
માટે શ્રાવકેએ પાવા- નિપાનઠાઈ ના ધ્યેયને નજર સમક્ષ રાખી કાયોત્સર્ગ આવશ્યક માં ઉદ્યમવંત રહેવું.