________________
પાપના બીજને બાળી નાખે
૨૭૯
કાર્યોત્સર્ગનું મહત્ત્વ સ્પષ્ટપણે પાપ કર્મોનું નિર્ધાતન છે. છતાં તેના મહત્વને વર્ણવવા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ના ૨૯ માં અધ્યયનમાં ભગવંતને પ્રશ્ન કરતાં ભગવંત ઉત્તર આપે છે. વારતા મેતે ! બીવે f બાથરૂ! હે ભગવન્! કાત્સર્ગથી જીવને શું પ્રાપ્ત થાય છે? ત્યારે ભગવંતે ઉત્તર આપ્યો, હે આયુષ્યમાન ! કાયોત્સર્ગથી ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત એગ્ય અતિચારોની શુદ્ધિ થાય છે. એ રીતે તે પ્રાયશ્ચિત ગ્ય અતિચારોની શુદ્ધિ થતાં તે જીવ ભાર ઉતારી નાખેલા મજૂર જેવો હળ બનીને પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતે સુખપૂર્વક વિચરે છે.
પરમાત્મા છે મહાવીર સ્વામીએ પણ કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વે કાર્યોત્સર્ગ ર્યાના અનેકાનેક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મહાવીર ઝરીયું માં એક સ્થાને લખ્યું છે કે “ ત્યાં કેટલાંક દિવસ વિતાવીને ભગવાન હલદ્યુત (હરકું) ગામમાંગયા, તેની બહાર શાખા-પ્રશાખા અને પાંદડાથી ઘેરાયેલું એવુ ઘટાદાર હરિદ્ર નામનું વૃક્ષ હતું, તેની નીચે ભગવાન કાર્યોત્સર્ગે રહ્યા. એટલે કે ભગવાને માત્ર ઉપદેશ નથી આપ્યો પણ પ્રથમ પિતે આચરણમાં મુકીને - કર્મો ખપાવીને પછી પ્રરૂપણ કરી છે. ઘાતી કર્મ ક્ષયે ઉપન્ય કેવલજ્ઞાન અનંતરે પર ઉપગાર કરે ઘણું સેવે સુરનર સંતરે
નમે નમે વીર જીનેસિસ શ્રાવકને માટે પણ મનહ જિસુણુની સજઝાયમાં કહ્યું છીણ માવક્ષયમી ૩જુત્તા હો૧૬ વિવર. આ છ આવશ્યકમનું પાંચમું આવશ્યક તે કાર્યોત્સર્ગ.
કાયોત્સર્ગ કરતે શ્રાવક પણ એવી જ ભાવના ભાવે કે કયારે મળશે એવું ધ્યાન કે જે ઘાતક ને ચૂરે કરાવી કેવળ જ્ઞાન અપાવે.
ચંપાપુરી નગરી માં જિનદાસ નામે શ્રેષ્ઠી રહેતે નામ તેવાજ ગણ જિનેશ્વર ને દાસ બની તેઓએ ચીંધેલા રાહે ધર્મધ્યાનમાં આગળ વધી રહ્યો છે. એક વખત કાયોત્સર્ગ કરવા માટે ગામ બહાર જઈને એક ખંડેર માં ઉભા છે. ત્યાં કાજે-મો-સાળે કરી આત્માને સિરાવી દઈ કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા છે.