________________
૨૭૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ડતા કરડતા શરીર પરની ચામડી કેરી ખાય છે. ધીરે ધીરે લેહીની ધાર વહેવા લાગે છે છતાં કહ્યું તે કષ્ટને સહન કરે છે.
રખેને કયાંક પરશુરામ જાગી જાય નહીં તે માટે ભક્તિની કચાશ વગર કાયાના ઉત્સર્ગ પૂર્વક તે પીડા સહન કરે છે. લેહીની ધાર આગળ વધે છે. ગરમ લેહીને સ્પર્શ થતાં પરશુરામ જાગી જાય છે અને કર્ણને પૂછે છે કે આ શું ?
કણે જણાવ્યું કે આપની નીદ્રામાં ખલેલ ન પહોંચે તે માટે મેં આ પીડા સહન કરી પણ લેહી વહી ગયું તે ખ્યાલ ન રહ્યો. તરતજ પરશુરામ ત્રાડ પાડી ગયા, સાચું બોલ! તું છે કેણુ? ત્યારે કણે પણ બીતા બીતા સાચે જવાબ આપ્યો-હું ક્ષત્રીય છું. પરશુરામ બોલ્યા, ચાલ્યા જા. આ વિદ્યા તને હવે ખરે સમયે કામ નહીં આવે.
અહી કણે કાયાને ઉત્સર્ગ જરૂર કર્યો પણ તે ઉત્સર્ગ શલ્ય સહિત કરેલો. ક્ષત્રીય હોવા છતાં બ્રાહ્મણ પણું જણાવ્યું તે માયા શલ્ય થયું. પણ પાપના બીજને બાળી નાખવા માટે કાયો
ત્સર્ગ શલ્યરહિત હૈ જોઈએ. વિશજી વાર બાદ જ gવાનં મા નિધાયાં થઈ શકે.
पावाण कम्माण निग्धायणट्टाए
પાવા HIM –પાપ કર્મોના....રાગ દ્વેષ રૂપી ચીકાશને લીધે પુદ્ગલની જે વર્ગણા આત્માને લાગે છે. તેને કર્મ કહેવાય છે. આ પૈકી શુભ કર્મોની વર્ગણાને પુન્ય કહે છે. અને અશુભકર્મો ની વર્ગણાને પાપ કહેવાય છે. તેવા પાપ કર્મોનાં નિષ્ણાયનટયાણ નિદ્યતન કરવા માટે. જેિ કે પુણ્ય કર્મ પણ સેનાની બેડીની માફક આત્મા માટે અહિતકર જ છે તેને પણ ઘાત કરવાને જ હોય છે.
ઘાત કરવાની ક્રિયાને ઘાતન કહે છે અને આત્યંતિક નાશ કર તે નિર્ધાતન કહેવાય છે. પાપનું બીજ સમૂળગું બની જાય ફરી પાપ ઉત્પન્ન થવા માટે કારણ ન રહે તેનું નામ નિર્ધાતન.
જેનું પ્રતિક્રમણ કર્યું તેના ઉત્તરીકરણ-પ્રાયશ્ચિત-વિધિ-વિસલ્ય અને પાપના સમૂહના નાશ માટે શું કરવાનું? erfમ વાસક્ષમ હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું એટલે કે કાયોત્સર્ગ કરુ છું.