________________
પાપના બીજને બાળી નાખે
૨૭૫
પૂછે પણ છે કાઉસ્સગ્નમાં લેગસ્સ અધુરો કેમ ગણવાને? ચંદેસ નિમ્મલયર કે સાગર વર ગંભીરાએ અટકવાનું કેમ ?
તેને જવાબ જ આ શ્વાસોચ્છવાસનું પ્રમાણ છે. એક પદે એક શ્વાસોચ્છવાસ ગ. એટલે લેગસ્સની છ ગાથા સુધી પ્રત્યેકના ચારચાર પદ લેખે ૨૪ શ્વાસોશ્વાસ થયા અને ચંદેસુ નિમ્મલયરા એ ૨૫ મો શ્વાસેપ્શવાસ થયો. જ્યાં ર૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય ત્યાં સાગરવર ગંભીર સુધીના બે પદ વધારે બોલવા.
કાઉસ્સગ્નમાં શ્વાસે તાલબદ્ધ ચાલવા જોઈએ, શ્વાસમાં સામ્ય આવતા આરોગ્યનું સામ્ય પ્રગટ થશે અને ચિત્તવૃત્તિમાં પણ સામ્ય આવશે. વળી લાભની દષ્ટિએ પણ કહ્યું છે કે એક શ્વાસોચ્છવાસમાં (કાયેત્સર્ગમાં) ૨ લાખ ૪૫ હજાર ૪૦૮ ૪૯ પલ્યોપમ એટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આખા એક નવકારના આઠ ધારછુવાસમાં ૧૯ લાખ ૬૩ હજાર ૨૬૭ પલ્યોપમનું અને લેગસના ૨૫ શ્વાસોચ્છુવાસમાં ૬૧ લાખ ૩૫ હજાર ૨૧૦ પલ્યોપમ એટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે.
પ્રશ્ન :- વાર્ષિક પ્રતિક્રણમાં ૧૦૦૮ શ્વાસે રવાસ પ્રમાણ કાર્યોસગ કહ્યો તે કઈ રીતે સમજ?
સમાધાન – ચાલીસ લેગસ્સને કાઉસગ્ન કરે છે. પ્રત્યેક ચંદેસુ નિમ્મલયરા સુધી ગણો તે ૨૫ શ્વાસેઙ્ગવાસ થશે. એટલે ૨૫ ને ૪૦ વડે ગુણતાં ૧૦૦૦ થયા. અધિક એક નવકાર ગણવાને હોય છે તે આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ હેવાથી થયા ૧૦૦૮.
કાર્યોત્સર્ગનું બીજું પ્રમાણ છે અભિભાવ રૂ૫. જેમાં અમુક અભિગ્રહ સુધી કાયોત્સર્ગ કરાય છે. ચંદ્રાવસ રાજા પરમ ધર્મનિષ્ઠ રાજવી છે. ચતુર્દશીને દિવસે પિતાના મહેલમાં કાસગે રહ્યા છે. મનમાં અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી આ દી બળે ત્યાં સુધી મારે (તેટલું પ્રમાણ) કાયોત્સર્ગન પારે. - રાજાની ભક્તિવંત દાસીએ સ્વામીને ઉભેલા જોઈ વિચાર્યું કે અંધારુ થવા દેવું નહીં. તેથી તેણે વારંવાર આવીને દીવામાં તેલ પુરી જાય છે. જેથી કેમે કરીને દી ન બુઝાય. રાત્રીએ ચારે પ્રહર સુધી આ રીતે દીવો ચાલુ રહ્યો ને રાજાએ પણ કાર્યોત્સર્ગમાં રહીને ધર્મધ્યાન કર્યું.