________________
પાપના બીજને બાળી નાખે
२७३
દશપ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે તેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત અત્રે લેવાનું છે.
પણ પ્રાયશ્ચિત (પાપ-છેદ) કઈ રીતે કરવાનું ?
કેટલાંક કહે છે કે તમારાથી કઈક પાપ થઈ ગયું હોય તે તેના નિવારણ માટે કાંઈક શુભ કર્મ–કાર્ય કરો જેથી પુણ્ય વધી જાય અને તે રીતે પાપ-પુન્યના પહેલા સરખાં થઈ જાય. તે માટે તેઓ કહે છે કે અન્નદાન-વસ્તુદાન-વિદ્યાદાન-ઔષધદાન તથા બીજી પરોપકારી પ્રવૃત્તિ કરો.
બીજા કેટલાંકનું માનવું છે કે પાપની શુદ્ધિ પ્રાયશ્ચિત વડે થાય છે. પણ પ્રાયશ્ચિત માટે યજ્ઞયાગાદિ, બ્રહ્મભોજન, ચંડીપાઠ, દેવપૂજા વગેરે પ્રકારે અનુષ્ઠાન કરો.
કેટલાંક પાપશુદ્ધિ માટે દેહદમનને રસ્તે ચીધે છે. વિવિધ પ્રકારે દેહદમન કરે જેમકે સૂર્યની આતાપના લેવી, પંચાગ્નિ તપ તપ, વૃક્ષની ડાળે ઉંધે મસ્તકે લટકવું, નગ્નત્વ સ્વીકારવું, ડાભના અગ્રભાગ ઉપર સમાય તેટલું જ અન ગ્રહણ કરવું વગેરે.
કેટલાંકના મતે ભારે પાપની શુદ્ધિ થતી જ નથી. તે માટે તે કરવત મેલાવવી જોઈએ અથવા અગ્નિ પ્રવેશ કરીને દિવ્ય બનવું જોઈએ કે પહાડની ટુંકેથી પડીને ભૈરવ જપ કરવા જોઈએ.
પણ આમાંના એકે ખ્યાલ-માન્યતા કે ઉપાય પાપને સર્વથા નાશ કરવામાં કે પ્રાયશ્ચિત કરવા માટે નોંધપાત્ર ઉપયોગીતા ધરાવતે નથી.
એક સાંજે જોગીદાસ ખુમાણુ બેરખાના પારા ફેરવે છે. સૂરજને જપ કરતા કરતા મનમાં થાય છે કે અરેરે! મારુ રૂપ આટલું કડું કે કોઈ કુંવારી કન્યા ઘરબાર છેડી મારી પાછળ ભટકતી થઈ જાય અને લાજ શરમ નેવે મૂકીને મારો ઘડો પકડી ઉભી રહી જાય. હવેથી તારી લાખે નીમ લઉ છું કે કઈ પરમારીની સાથે અમથી યે મીટ નહીં માંડુ.
એક વખત એચીત જ જોગીદાસ ખુમાણને નિયમ તુટી ગયો. તે દી' ગામને પાદર નદી કાંઠે સાંજટાણે પનિહારીઓ આછા વીરડા કરી પાણી ભરતી તી. રૂપાળા ત્રાંબાળા હાંડા ઉટકોઈને ચકચકાટ કરતા'તા.