________________
(૨૮) કાર્યોત્સર્ગ-તસઉત્તરી
- પાપના બીજને બાળી નાખે
चरणाईयाराणं जहकम्मं वण तिगिच्छ रुवेणं
पडिक्कमणा सुद्धाणं सोही तह काउस्सग्गेणं શ્રીચશિરણ પનામાં જણાવે કે પ્રતિક્રમણ વડે શુદ્ધ નહીં થયેલા ચારિત્રના અતિયાની ત્રણ ચિકિત્સારૂપ કાર્યોત્સર્ગ વડે યથાક્રમે શુદ્ધિ થાય છે.
આત્મશુદ્ધિ માટેના સર્વ ઉપામાં કાર્યોત્સર્ગનું સ્થાન શ્રેષ્ઠ છે. કારણ કે તે દુષિત આત્માનું શોધન કરે છે. પ્રશસ્ત અધ્યવસાયની વૃદ્ધિ કરે છે. અને સંપુર્ણ શુદ્ધિ પૂર્વક કરાતા કાત્સર્ગથી સર્વ દુઃમાંથી સદાને માટે મુક્તિ મળે છે. - છ આવશયકમાં પણ પાંચમું આવશ્યક દર્શાવ્યુ કાયોત્સર્ગ. પણ કાયોત્સર્ગ એટલે શું ?
કચ્છ વરસ કાયાને ત્યાગ એટલે કાત્સર્ગ. પણ આ સામાન્ય અર્થ તે મૃત્યુ ને સૂચક છે. કે જે સંગત અર્થ નથી. અહીં #ારા શબ્દથી માત્ર સ્થલ કે ઔદારિક શરીર સમજવાનું નથી. પણ તેના વડે થતે અમુક વ્યાપાર કે શરીર પરત્વેનું મમત્વ એ અર્થ લે તે જ ઉચિત છે.
તેમજ ૩૪ ને અર્થ માત્ર પરિત્યાગ ન લેતાં “ચેષ્ટા પરત્વેને પરિત્યાગ” એમ લેવો. સાંપ્રદાયિક અર્થ મુજબ તે સ્થાન-મૌન અને ધ્યાન પૂર્વક મલિન અધ્યવસાયનું વિસર્જન કરવું એજ કાયોત્સર્ગ કહેવાય છે.
શિયાળાની કડકડતી ઠંડી હતી મધ્યરાત્રિ પછીને સમય અને હાડ ગાળી નાખે તે પવન ફૂંકાઈ રહ્યો હતે. તેવા સમયે સંત હઝરતની કુટીર તરફ એક ફકીર જઈ રહ્યો હતે. ફકીરને થયું ઠંડીથી બચવા માટે સંત હઝરતની ઝુંપડી જ સારી છે. જયાં કુટીરના બારણુ પાસે જઈને ડોકીયું કર્યું તે અંદર સંત હઝરત ઉઘાડે શરીરે બેઠેલ હતા. ફકીરને ખૂબજ આશ્ચર્ય થયું એટલે સંત હઝરતને પૂછયું કે આટલી ઠંડીમાં તમે કપડાં પહેરતા નથી ?