________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
૨૬૫
-
-
-
-
-
-
-
- -
-
સેવા કરનારા, શાંતિ કરનાર અને સમ્યગ દષ્ટિએને સમાધિ ઉપજાવનારાએના નિમિત્તે એવા ત્રણ કારણથી કરું છું.
આ રીતે કાઉસ્સગ્રની પરિભાષાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પ્રથમ ચાર કારણે તે કાર્યોત્સર્ગને હેતુ દર્શાવે છે, બીજા પાંચ કારણે તે કાર્યોત્સર્ગનું સાધન દર્શાવે છે, ત્રીજા ત્રણ કારણે નિમિત્ત દર્શાવે છે.
કાઉસગ્ગ ના પ્રકારો દર્શાવતા આવશ્યક નિર્યુક્તિના ૧૪૫૨ માં લોકમાં જણાવ્યું કે
सो उसग्गो दुविहो चिट्ठाए अभिभवे च नायवो
તે કાર્યોત્સર્ગ (ઉત્સર્ગ) બે પ્રકારે છે (૧) ચેષ્ટારૂપ. (૨) અભિભવ રૂપ.
(૧) ગમનાગમન કે દિવસ-રાત્રિ આદિ પાંચ પ્રતિકમણુમાં તે કે જેના શ્વાસે શ્વાસનું પ્રમાણ નિયત હોય તે ચેષ્ટારૂપ કાર્યોત્સર્ગ.
(૨) વિશેષ શુદ્ધિ કે ઉપસર્ગો સહન કરવા માટે ખડેરમાં, શર્મશાન ભૂમિમાં કે અરણ્યાદિમાં થાય તે અભિભવ રૂપ-જે કાઉસ્સગ્નનું કાલમાન જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી બારમાસ સુધી હોય છે. જે કાઉસ્સગ્ન બાહુબલીએ કરેલ.
હિંસાના પ્રચંડ વાવાઝોડા વચ્ચે એકાએક વિવેક દીપ પ્રજવલીત થઈ ગયા. મોટાભાઈ ભરતને જાનથી મારી નાખવા ઉગામેલી મુઠી વડે રણભૂમિમાંજ કેશલેચ કર્યો. શરૂ થયે કાયોત્સર્ગ. મનમાં પ્રતીજ્ઞા કરી કે કેવળજ્ઞાન થયા પછી જ પ્રભુ પાસે જવું, જેથી નાના ભાઈઓને વંદન ન કરવું પડે.
અત્યંત સ્થિરતા પૂર્વક કાર્યોત્સર્ગ કરી રહ્યા છે. ગ્રીષ્મઋતુને બળબળતા બપોર તેને અકળાવતે નથી. ધૂળના થર શરીરે જામવા માંડયા, પછી શરૂ થાય છે ચેમાસાની વર્ષો. પગથી માથા સુધી ધૂળ ચોંટી ગઈ. કાદવના થર બાઝી ગયા. મેઘ ગર્જન અને વીજળીના કડાકા ચાલુ થયા પણ બાહુબલી તે કાર્યોત્સર્ગમાં અડેલ જ છે.
પગની નીચેથી ઉગેલી વેલ આખા શરીરને વિટળાઈને માથા સુધી પહોંચી ગઈ છે. પગની નીચે તથા આજુબાજુ શૂળ ઉગી નીકળી છે. પંખીઓએ શરીર પર માળા બાંધ્યા છે. સાપે ત્યાં રાફડા બનાવ્યા છે. વેલમાં રહેલી જીવાતે શરીરે ચટકા ભરી રહી છે. પંખીઓ