________________
(૨૭) કાયોત્સર્ગ – પરિચય
– આત્મહત્યા વિના શરીરત્યાગ
काउस्सग्गे जह सुट्ठिअस्स भज्जंति अंग भंगाई
इय भिंदंति सुविहिअ अट्ठविहं कम्मसंघायं કાર્યોત્સર્ગમાં વિધિપૂર્વક ઉભા રહેલાને અંગે પાંગ જેમ ભાગે (તેમ તેમ) વિધિપૂર્વક કાઉસ્સગ્ન કરનારા સુવિહિત આત્માઓ આઠ પ્રકારના કર્મ સમૂહને છેદે છે.
શ્રાવકને માટે મન્નાહ જિણોણું સઝાયમાં છત્રીશ જુદા જુદા કર્તવ્ય જણવ્યા, તેમાં આઠમું કર્તવ્ય જણાવ્યું કાર્યોત્સર્ગ (ાઉસગ્ગ) જેના વડે જીવ આઠ પ્રકારના કર્મોને છેદે છે.
મહાવીર ચરીત્રામાં આવે છે કે ભગવાન જ્ઞાતખંડ વનમાંથી નીકળી, બે ઘડી દિવસ બાકી રહેતા કુમારગ્રામ નામના સંનિવેશમાં આવ્યા અને ત્યાં કાર્યોત્સર્ગે રહ્યા. બીજે લખ્યું કે મેરાક સંનિવેશમાં આવ્યા અને કુલપતિના આશ્રમમાં પ્રલંબમાન ભૂજાએ કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. ત્યાંથી પ્રભુ કુમાર સંનિવેશમાં ચંપક રમણીય ઉદ્યાનમાં લાંબી ભૂજાએ કાર્યોત્સર્ગો રા.
પણ કોત્સર્ગ એટલે શું ? કાયારૂપ કાયા એટલે શરીર.
એટલે ત્યાગ કરવો. મતલબ કે શરીરનો ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ. પણ ત્યાગ કઈ રીતે કરવાને?
આત્મહત્યા વિના શરીરત્યાગ. શરીરની સ્થિરતા. વાણીનું મૌન-મનથી શુભ ધ્યાનપૂર્વક રહેવું તે શરીર ત્યાગ. પણ આપઘાત કરો તે અર્થ અહીં અભિપ્રેત નથી.
શાત્યાચાર્ય કહે છે કે “શરીરની ક્રિયાઓ અને શરીરના મમત્વને ત્યાગ કરે તે કાર્યોત્સર્ગ.”
ચિતન્ય મહાપ્રભુ એક વખત જગન્નાથપુરીથી દક્ષિણ ભારત જઈ રહ્યા હતા. માર્ગમાં એક બ્રાહ્મણને ગીતા પાઠ કરતે જે. બ્રાહ્મણના સુખ પર આનંદની રેખા ઉપસી રહી હતી. તે તલ્લીન હતે. ચિતન્ય મહાપ્રભુ બ્રાહ્મણની પાછળ સંતાઈને કલેક સાંભળવા લાગ્યા.