________________
૨૫૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ચીરી નાખ્યું. પણ તે સાથે ગર્ભમાં રહેલ બાળક બે ટુકડા થઈને તરફડતું બહાર પડયું.
આ રીતે એક સાથે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળ (ગર્ભ) હત્યાથી તેનું મન ચગડોળે ચડયું. પિતાના આત્માને ધિક્કારતે એવો તે ગામ બહાર આવ્યો. ઉદ્યાનમાં મુનિરાજ ને જોયા એટલે શિક્ષા માટે માંગણી કરી.
અમારી શિક્ષા શું હોય? એકજ દીક્ષા લઈલે. મુનિ મહારાજે પણ સમજાવ્યું કે પાપ નાશની અણમેલ પ્રકિયા તે માત્ર પ્રતિક્રમણ છે. તારા પાપના પ્રાયશ્ચિત માટે તું પ્રથમ ચારિત્ર ગ્રહણ કર, | દઢપ્રહારી જેનું નામ! એક જ પ્રહાર કરતેને સામે માણસ ખતમ થઈ જતે તેમ પાપને ખતમ કરવામાં પણ તે દઢપ્રહારી જ નિકળે. દિક્ષા લીધી ઘેર અભિગ્રહ ધારણ કર્યો કે આ ગામમાં રહીને આક્રેશ પરિષહ સહન કરવા, મારા પાપનું સ્મરણ કરાવે ત્યાં સુધી આહાર ન
લે.
લોકે તે પૂર્વના દ્વેષથી લાકડી અને પત્થરો વડે પ્રહાર કરવા લાગ્યા. પણ મુનિરાજે પૃથ્વીની પેઠે ક્ષમાવાન બની સર્વ કંઈ સહન કર્યું. પરિણામે પોતાના પાપોનું પ્રતિક્રમણ કરતાં ક્ષેપક શ્રેણીએ ચઢી કેવલજ્ઞાન પામી મેક્ષે પહોચ્યાં. આલોચના નિંદા ગહદિ પ્રતિક્રમણથી પાપ નાશની અણમોલ પ્રક્રિયા સાધી ગયા.
પાપકર્મના મૂળ ચાર ભેદ છે (૧) પૃષ્ટ (૨) બદ્ધ (૩) નિઘર (૪) નિકાચીત.
(૧) સ્પષ્ટકમ-સેયને ઢગલે પડયો હોય તેને હાથ કે અન્ય કોઈ પદાર્થ અથડાય નહીં ત્યાં સુધી જ પરસ્પર સ્પર્શ કરીને રહે છે. જે હાથ કે કંઈ લાગે એટલે તરત સેય છુટી છુટી થઈ જાય છે. તેમ જે કર્મ ઉપગવાળા પ્રાણીને સહસાકારે બંધાયું હોય તે નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ કરવાથી નાશ પામે છે. તેને સ્પષ્ટ કર્મ જાણવું.
પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ દીક્ષા ગ્રહણ કરીને રાજગૃહી બહાર કાત્સર્ગમાં રહેલા છે.
રમશાને કાઉસ્સગ રહ્યા રે પગ ઉપર પગ ચઢાય બાહુ બે ઊંચા કરીરે સૂરજ સામી દષ્ટિ લગાય
પ્રસન્ન ચંદ્ર પ્રણમું તમારા પાય,