________________
પરમાત્માને ઓળખો
૧૭
નમતિથા નમ: વનપ્પડ કહી અનુક્રમે પાછળ-પાછળ બેસે. બાકીના સાધુ-ભગવતે પૂર્વ ધારેથી આવી આ રીતે કહી વધારામાં નમોડતિશાસ્થિ . કહીને પાછળ બેસે.
(૨) વૈમાનિક દેવીએ આ રીતે આવી વધારામાં નમસાધુચ્છ: કહી સંયમીની પાછળ ઉભા રહે પણ બેસે નહીં.
(૩) સાધ્વીજીઓ પણ પૂર્વ દ્વારેથી આવી ઉપર મુજબ પ્રદક્ષિણ તથા નમસ્કાર કરી વૈમાનિક દેવી પાછળ ઉભા રહે,
(૪) દક્ષિણ દ્વારેથી ભવનવાસી. (૫) તિષ્ક.
(૬) વ્યંતર દેવીઓ પ્રવેશ કરી પ્રદક્ષિણાદિ કરી નૈઋત્ય ખૂણામાં એક બીજા પાછળ ઉભા રહે*
(૭) ભવનપતિ (૮) વ્યંતર (૯) જ્યોતિષી દે. પશ્ચિમ દ્વારેથી આવે, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ નમ તિર્થય વગેરે ચાર નમસ્કાર કરી વાયવ્ય ખૂણામાં એકની પાછળ એક બેસે.
(૧૦) ઉત્તર દ્વારેથી આવી વૈમાનિક દેવે (૧૧) મનુષ્ય (૧૨) માનુષી સ્ત્રી પ્રદક્ષિણા દઈ તિર્થંકરાદિને વાંદી કમશ: બેસે.
કેવી સુંદરતમ વ્યવસ્થા છે બાર વર્ષદાની ? આવી વ્યવસ્થિત સુદઢ વ્યવસ્થા એ માત્ર જિનેશ્વરને અતિશય છે, સામાન્ય કેવલીને નહીં. એવા જિનેશ્વરની આજ્ઞા આપણે પ્રમાણ કરવાની છે.
પ્રકન :- કેવળી અનેક હોય પણ તિર્થંકર ૨૪ જ કેમ ? એ સહજ પ્રશ્ન થાય ત્યારે આ વાતને સિદ્ધચક પાક્ષિક વર્ષ : ૧ અક: ૯ પૃ : ૨૧૦માં ખુલાસે કરતા જણાવે કે –
દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં જિનેશ્વર જેવા ત્રણ લોકના નાથને જન્મવા લાયક બધાં ગ્રહો ઊંચા હોય તે સમયે માત્ર ૨૪ વખત જ આવે છે. *નોંધ - Bયમાં વાયવ્ય ખૂણે લખ્યું છે. પણ મલયગિરિજી કૃત વિવરણ અને ભદ્રબાહુ સ્વામી સૂત્રિત નિર્યુકિત લેક ૧૧૭
जोइसिय भवणवंतर देवीओ दक्खिणेण पविसेउं चिट्ठति दक्खिणावर दिसिम्मि तिगुणं जिणं काउं