________________
૨૫૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
બીજા મજૂરને પૂછયું-તે તે બેલ્યો ભાઈ પટની પીડા છે. પેટ ખાતર વેઠ તે કરવી પડે એટલે આ કામ કરું છું.
ત્રીજા મજુર પાસે જઈને જોયું તો મરતીથી ગીતે ગાતે હતે. પરસેવે રેબઝેબ થઈ ગયેલો છતાં બે , કેમ સાહેબ ! જોયું આપણું કામ? મંદિર બનાવું છું મંદિર
એકને મન વેઠ છે. બીજાને મન જીવન માટે કમાવાનું સાધન છે. ત્રીજાને મન સર્જનને આનંદ છે. તમારે મન પ્રતિક્રમણ શું છે તે તમે જાણે.
પ્રતિકમણના આવશ્યક અંગ તરીકે સંવરવિ ને ઉલેખ જરૂરી છે. તમે પ્રતિકમણ સ્થાપના કરતાં શું બેલે છે? ઈરછા, સંદિ. ભગ, દેવસિએ, પડિ. ઠાઉં – સવ્યસ્સ વિ દેવસિઅ...
હે ભગવન્! આપ ઈચ્છાએ કરી આજ્ઞા આપે-હું દિવસ સંબંધિ પ્રતિકમણની સ્થાપના કરું. ગુરુ આજ્ઞા આપે સ્થાપ.
દિવસ દરમ્યાનનું સઘળું-દુષ્ટ(ખરાબ) ચિંતવન, ખરાબ ભાષણ કે અયોગ્ય આચરણનું મિચ્છામિ દુક્કડમ.
માટે જ આ સૂત્રને પ્રતિકમણનું બીજ સૂત્ર કહ્યું.
પ્રતિકમણ એ ભાવ શુદ્ધિનું અંતઃકરણની નિર્મળતાનું પરમ પ્રકૃષ્ટ કારણ છે. કારણ કે (અતિચાર કે પાપ સ્થાનકાદિને) એકેક દોષ એ છે જેમાંથી પાછું ફરવામાં ન આવે તે અનંત ગુણ પર્યત દારુણ વિપાક આપનાર બને છે. તેમ ગબિંદુ ગાથા ૪૦૦માં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે.
એક શહેરમાં બીજા રાજાનું સૈન્ય ચડી આવતાં ત્યાંના રાજાએ ખાવાપીવાની વસ્તુમાં ઝેર ભેળવ્યું. ચડાઈ કરનાર રાજાને ખબર પડી. દરેક સૈનિકેને કહ્યું કે ગામની કઈ વસ્તુ ખાવી નહીં. છતાં કેટલાંક સૈનિક ન માન્યા પરિણામે મરણ પામ્યા. તાત્પર્ય કે વિષયરૂપી વિષને ત્યાગે અન્યથા દુર્ગતિને પામે. અહીં રાજા ગુરુનું પ્રતિક છે. ગુરુની વારણા છતાં નહીં માને તે દુર્ગતિ પામશે.
વારણ એ પ્રતિક્રમણને પર્યાય છે માટે પ્રતિક્રમણમાં ચિત્ત રાખી તમય બની–ઉભયાલ આવશ્યક કરો.