________________
રે ભાઈ ! તું ચાલતા શીખ
૨૩૭.
જીવ પ૬૩ x ૧૦ વિરાધના = ૫૬૩૦ ૪ ર રાગાદિ = ૧૧૨૬૦૪૩ ગ = ૩૩૭૮૦ x ૩ કાળ = ૧૦૧૩૪૦ ૪૩ કરણું = ૩૦૪-૨૦ અને ૩,૦૪,૦૨૦ X ૬ સાક્ષી = ૧૮,૨૪,૧૨૦
(નોંધ : પ્રબોધ ટીકાને આધારે આ ભેદ નોંધ્યા છે.)
આવા પ્રકારે વેગથી, કરણથી, કાળથી વગેરે ભેએ મિચ્છામિદુકકડમ આપનાર અઈમુત્તા મુનિ કેવલજ્ઞાન પામી ક્ષે ગયા.
ઉપદેશ પ્રાસાદ વ્યાખ્યાન ૮૪ માં શ્રીમદ્ વિજય લક્ષમી સૂરિજી મહારાજાએ અઈમુત્તા મુનિની કથાનું આલેખન કર્યું છે.]
પોલાસપુર નગરમાં વિજય રાજા અને શ્રીદેવી ગણીને અતિ મુક્ત નામે પુત્ર હતું. તે છ વર્ષને થયે તે વખતે ગૌતમ સ્વામી છŞને પારણે ગોચરી માટે જતા હતા. તેને જોઈને કુમારે પૂછયું કે આપ કેણ છે? કેમ ફરે છે?
ગૌતમ સ્વામી બેલ્યા અમે સાધુ છીએ અને ગોચરી માટે ફરી એ છીએ. અતિમુક્ત કુમાર કહે ચાલે હું તમને ભિક્ષા અપાવું. આ પ્રમાણે કહી પોતાને ઘેર ભિક્ષા વહોરાવવા લઈ ગયો. ફરી તે કુમારે પૂછયું, ભગવન્! આપ ક્યાં રહે છે? ગૌતમ સ્વામી બેલ્યા, વીર પરમાત્મા મારા ગુરૂ છે, અમે તેની સાથે રહીએ છીએ. બાળક પણ તેની સાથે ચાલ્યા. ભગવતની વાણી સાંભળી ઘેર આવીને કહ્યું કે હે માતા પિતા હું સંસારથી નિર્વેદ પામ્યો છું અને મારે દીક્ષા લેવી છે.
વત્સ તેને શું ખબર પડે “દીક્ષા કેને કહેવાય? ત્યારે અતિમુક્ત કુમારે જવાબ વાળ્યું. હે તાત ! હું જાણું છું તે નથી જાણત અને નથી જાણતે તે જાણું છું.
માતા પિતા કહે, કેવી રીતે ? કુમારે શીધ્ર પ્રત્યુત્તર વાળ્યું કે જો તેનું મરણ અવશ્ય છે તે હું જાણું છું પણ મરણ કેવી રીતે થશે તે નથી જાણતે. વળી હું તે નથી જાણતા કે જીવ કેવા કર્મોથી નારકીમાં જાય. પણ હું એટલું જરૂર જાણું છું કે જીવ પિતાના કરેલા કર્મ વડે જ ગતિને પામનારો થાય છે.
આ પ્રમાણે માતા-પિતા સાથે સંવાદ કરી માતા-પિતાને સમજાવ્યું કે તે શા માટે દીક્ષા લેવા-ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયા છે. માતા પિતાની સંમતિ પૂર્વક છ વર્ષની ઉંમરના અતિમુક્ત કુમાર બન્યાયમુના મુનિ અતિમુક્ત મુનિ.