________________
२३८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક વખત સ્થવિર મુનિવર સાથે થંડીલ જતા અતિમુક્ત મુનિએ જોયું કે માર્ગમાં પ્રથમ થયેલી મેઘવૃષ્ટિને લીધે ખાડામાં પાણી ભરાયા છે. નાના બાળકે ખાખરાના પાનના નાવડા બનાવી તરાવી રહ્યા છે.
અતિમુક્ત મુનિએ પણ પિતાનું પાત્ર પાણીમાં તરવા મુકયું. આ મારું નાવ તરે છે” તેમ બેલતા હર્ષથી નાચી ઉઠયા. ત્યારે સ્થવર મુનિએ તેમ કરતાં અટકાવીને પ્રભુ પાસે લાવ્યા. સ્થવર મુનિએ પ્રભુને ફરીયાદ કરી કે આ છ વર્ષને બાળક જીવરક્ષામાં શું જાણે? પ્રભુ કહે તમે તેને સમજાવીને ભણાવે, તે તમારી પહેલાં કેવળી થશે.
અતિમુક્ત મુનિ તે ભણતાં ભણતાં ૧૧ અંગના જ્ઞાતા થઈ ગયા. એક વખત પૂર્વ કરેલી ક્રિયાનું સ્મરણ થયું. લાજ ઘણું મનમાંહી ઉપની સમવસરણમે આવ્યો ઈરિયાવહી પડિફકમતા અઈમુત્તો ધ્યાન શુકલ મન ભાવ્યો કેવલજ્ઞાન તિહાં ઉપન્યો, ધન ધન મુનિ અઈમુત્તો શુધ મને ચારિત્ર પાલીને, તે મુનિ મુગતે પહોચ્યા.
અઈમુત્તા મુનિ આત્મનિંદા કરતા સમવસરણમાં આવ્યા. ઈરિયાવહી પ્રતિકમતા પોતે કરેલ સચિત્ત પાણીની અને માટીની વિરાધનાના સ્મરણમાં જ શુલ ધ્યાનની ધારાએ ચઢી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.-- માત્ર ઈરિયાવહીના બળે કેવળજ્ઞાન –
તેથી જ કહ્યું કે, રે ભાઈ! તું ચાલતા શીખ, શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે – __ अपडिक्कंताए ईरियावहिआए न कप्पइ चेव
काउं किंचि वि चिइवंदण सज्झायज्झाणाइअ શ્રી દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં શ્રીમદ્દ હરિભદ્ર સૂરિજી પણ આ જ વાત જણાવતાં લખે કે
ईर्यापथ प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्ध ताऽऽपत्त
*ઈર્યાપથ પ્રતિક્રમણ વિના સામાયિક, પ્રતિક્રમણ, સઝાય, ચૈત્યવંદન અન્ય કંઈ કરવું ન કલ્પે કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે, *ઈરિયાવહી એટલે આ એક સૂત્ર નહીં પણ તસ્સ ઉત્તરી-અનન્ય અને લોગસ્સ સહિતની વિધિ આખી છે. પરંતુ તસ્સ ઉત્તરી અને અન્નત્થની સમજ કાયોત્સર્ગ વિભાગમાં આપેલી છે. અને લોગસ્સ સુત્ર ચઉવિસFએમાં વ્યાખ્યાયિત થયેલ છે.* માટે અહીં માત્ર ઈરિયાવહીની વિસ્તૃત ચર્ચા કરેલી છે.