________________
૨૩૪
અભિનવે ઉપદેશ પ્રાસાદ
નગરના બેડી બંદરે પાછા વળવા દરિયા કાંઠે વહાણ લાંગરીને બેડી ગામને વાઘેર જુસબ પટેલ ઉભે છે. તે દી” જુસબ પટેલનું વહાણવટું વખણાય. કચ્છના મુન્દ્રા અને બેડી વચ્ચે તેતીંગ વહાણે ઝાપટું દે. જુસબ તે એલીયે આદમી –જબાનને પાકે ને સમંદરમાં મીઠાં મહેરામણ જે.
વહાણ બેડી પહોંચવા આવ્યું. ખલાસીઓએ ભાડું ઉઘરાવવું શરૂ કર્યું. તે દી' પાંચ કેડી ભાડું... ખલાસીઓએ જોયું કે મધ્યભાગમાં એક ફકીર બેઠો છે પડખે બે બાળકે છે. ખલાસીએ વેણ કાઢયા “લા ત્રણેનું ભાડું ” ફકીરે ખલાસી માથે મીટ માંડી ને બોલ્યા ભાઈ ! હું તો ફકીર છું.
ફકીર છે કે ફિરસ્તે મને તે ભાડુ ખપે. ભાઈ! હું તે દુઆ દઉં બાકી ભાડું ક્યાંથી આપું? એલિયા હો કે ટેલીયાં ભાડું લાવ એટલું બોલતા તો તેણે જમૈયે કાઢો. | મુસાફરે તે આ જોઈ હેબત ખાઈ ગયા. ભાઈ તારે ભાડુ જોઈતું હોય તો મારી પાસે નથી. પણ ખલકને ખજાનાની ખેટ નથી. મારા બે દીકરા પાતાળ ફાડીને ભાડું લાવશે. કહી બને છેકરાને ફકીરે દરિયામાં ફેંક્યા. | વહાણમાં હાહાકાર થઈ ગયા. જુસબ પટેલને કાને દેકારો પડશે, ભર્યા વહાણમાં ડણક દીધી શું છે? વાતને તાળો મેળવ્યો. ફકીરના પગે પડી દુઆ માંગી. છોકરાને ઉગારવા વહાણને ટાપુ ફરતું ઘુમરે ફેરવ્યું. ત્યાં તે બંને છોકરા ટાપુના તળીયેથી એક એક મુઠ્ઠી વાળીને પાણીની ઉપર આવ્યા. બંને છોકરાએ હાથની મુઠ્ઠી ઉઘાડી. એક એક સફેદ સાચું મોતી ઝગારા મારી રહ્યું હતું સૌ તાજુબ થઈ ગયા.
નવાનગરના ધણને વાત પૂગી. જામ સાહેબે ફકીરનું શાહી સન્માન કર્યું. અંતરથી આદર દીધાં. ફકીર કહે, બાપુ ! તમે તે નવાનગરના ધણી અને હું ખુદાને બદો. તમને શું આપું? પણ મારી દુવા છે કે પરવર દિગાર નવાનગરના દૃરિયાકાંઠે સાચા મોતી પકવશે.
આ પછી નવાનગરને ખજાને સાચા મેતીથી ભરાય અને હજરત પીર દાદા સાહેબની દરગાહ આજે પણ (નવાનગર) વર્તમાનમાં જામનગરમાં નાગનાથના નાકા પાસે કુંભારવાડામાં મેજુદ છે.
આ રીતે ફકીરને દુઃખમાં પાડે તે એક પ્રકારે વિરાધના થઈ. તે