________________
રે ભાઈ! તુ ચાલતા શીખ
૨૩૩
પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ ગુરુને આદેશ પામી પ્રતિક્રમણ કરે. પણ પ્રતિક્રમણ શેનું કરવાનું –
(૧) ગમનાગમન કરતાં–વસ છવ, બિયાં, લિલોતરી, ઝાકળ, પાણી, કીડીનાં દર, સેવાળ, કાચું પાણી, માટી, કરોળીયાના જાળા વગેરે ચંપાયા હોય.
(૨) જતાં-આવતા એકેન્દ્રિયાદિ પાંચેની કઈપણ વિરાધના થઈ હેય. ઠાકર લાગે, ધૂળ વડે ઢંકાઈ જાય, ભોંય સાથે ઘસાય, દુઃખ ઉપજાવાય, ખેદ પમાડાય, બીવડાવાય વગેરે સંબંધિ જે કંઈ પ્રકારની વિરાધના થઈ હોય.
–તે સર્વેનું મિચ્છામિ દુક્કડમ
જૈન શ્રેયસ્કર મંડળ દ્વારા પ્રકાશીત પંચ પ્રતિક્રમણની પાંચમી આવૃત્તિના પૃષ્ઠ-૩૦ પર જણાવેલ છે કે ઈર્યા પથિકી ક્રિયા શરીરની જવા આવવાની ચેષ્ટાથી લાગે છે. તેથી કર્મ બંધાય છે. આ કિયા પહેલાથી તેરમાં ગુણઠાણુ સુધી હોય છે. તેથી કેવલી ભગવંતને પણ લાગે છે. તેમને પણ વેદનીયકર્મ બંધાય છે.
માટેજ આજનું શિર્ષક રાખ્યું, રે ભાઈ ! તું ચાલતા શીખ
આ ઈરિયાવહી સૂત્રના ચાર મુખ્ય ભાગ છે (૧) ઈરિયાવહિયા (૨) વિરહણી (૩) પ્રતિક્રમણ (૪) ઇચ્છામિ-સ્વેચ્છાપૂર્વક
(૧) ઈરિયાવહિયા- “જવા આવવાની ક્રિયામાં થયેલી આ વાત દર્શાવવા સૂત્રમાં ગમણગમણે શબ્દથી ઇરિયાવહીને અર્થ સ્પષ્ટ કર્યો.
જવા-આવવાથી હિંસાને સંભવ કઈ રીતે? તે સમજાવવા પાળવામ થી સંક્રમ સુધીના પદો દ્વારા જે ઓની હિંસાને સંભવ છે તેને સંચય દર્શાવ્યા. - (૨) વિરાધના:- શબ્દશી મિઠ્ઠા વરિયા વગેરે દશ શબ્દો આપ્યા કે જે હિંસા થવાનું સ્વરૂપ પ્રગટ કરે છે. પણ વિરાધના એટલે શું ? – પ્રાણીને દુ:ખ ઉપજાવવું તે વિરાધના –
વિરાધ્યતે સુ થાણસે કાળનો ડ નયેતિ વિરાધના–જેના વડે પ્રાણું દુખમાં મુકાય તે વિરાધના.
મુન્દ્રામાંથી મુસાફરો ભરી સાગરના સેંજળ પાણી ખાંપીને નવા