________________
૨૩૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ન
જ
સહી કરતા નીચે નેધ પણ મુકી કે મારી પુત્રી વિધવા બનશે તે વાતનું મને દુઃખ જરૂર થશે, પરંતુ જેના સુખ વિશે હું ચિંતિત છું તેવી પ્રજા સાથે અન્યાય કરવાની ભૂલ કરુ તે કયામતને દિવસે ખુદાને શું જવાબ આપી શકીશ ?
આપણે પણ આ વાત જ લખી કે અનાગ્ય કર્મ ભેગવ્યે જ છુટકે થાય. એટલે જ નાનામાં નાની ભૂલ માટે પણ ઈરિયાવહી પ્રતિક્રમણ મુક્યું.
સે ડગલાં વસ્તી બહાર ચાલ્યા કે ઈરિયાવહી, કાજે લેવો કે પરઠવવે છે તે ઈરિયાવહી, રમૈત્યવંદન કરવાનું હોય તે પણ પૂર્વે ઈરિયાવહી. જાણે કે સાધકના જીવનમાં વણાઈ ગઈ હોય તે રીતે ઈરિયાવહીને ઉપગ મુ.
એક નવા નવા પૌષધ કરતા શ્રાવકને થયું કે આ વારંવાર ઈરિયાવહી કરવાનું કેમ મુકયું હશે? ત્યારે તેને સમજાવ્યું કે ભાગ્યશાળી ! પિષધ એ સાધુ જીવનની પ્રેકટીસ છે.
સહેજ કાચું પાણી અડી ગયું તે અપકાયની વિરાધનાને ભય લાગે-વનસ્પતિ કચડાઈ જાય તે જીવ વિરાધનાથી મનમાં કમકમાટી ઉઠવી જોઈએ. આવા પ્રકારે મનમાં કંપન કે ધ્રુજારી થાય તે ભાવ ઉત્પન્ન કરવા અને થયેલી ભૂલના પ્રતિકમણ માટે ઈરિયાવહી મુકી છે.
પ્રતિક્રમણ એ આત્મ નિરીક્ષણ, જીવનનું પર્યાલચન કે ભાવશુદ્ધિકરણ માટેની ક્રિયા છે અને ઈરિયાવહી એક લઘુ પ્રતિકમણ જ છે.
આવશ્યક બાલાવબેધમાં એક દષ્ટાન આપ્યું કે કે માળીને સુંદર માલા તૈયાર કરવી હોય તે પ્રથમ બગીચાનું અવલોકન કરશે. પછી કેટલાંક ફૂલને ચૂંટશે. ત્યાર પછી કળી અને પૂર્ણ ખીલેલા સુંદર ફૂલેને ભાગ પાડી તેમાંથી સુંદર ફૂલેને પસંદ કરશે અને તેની માલા બનાવશે.
તેજ રીતે પ્રતિકમણમાં પ્રથમ ગતજીવનનું અવલોકન કે નિરીક્ષણ કરી, સ-અસત્ કાર્યો જુદા પાડી તેનું પર્યાલચન કરવું અને અસત અશે માટે પશ્ચાતાપ કરે.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઈરિયાવહિયં પડિમામિ? હે ભગવન આપ -ઈચ્છાએ અનુજ્ઞા આપે તે હું ઈર્યાપથ સંબધિ