________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૭
બીજે દિવસ થયા. રાજા રાત્રીએ ફરી આવ્ય વાર્તા શરૂ થઈ. રાજા કહે કાલની વાતને ખુલાસો કરે. રાણી બોલી સાથે બળી મુએલો
જીવતે થયો તે સાથે જ ગણાય માટે ભાઈ કહેવાય. જીવાડનાર પિતા તુલ્ય છે. માટે તપસ્યા કરતે નેહપૂર્વક બેઠે રહ્યો તેને કન્યા આપવી.
વળી બીજી વાર્તા શરૂ કરી. તેને અંતે કેયડા મુક્યું કે એક હાથના પ્રાસાદમાં ચાર હાથના દેવ બેઠેલા હતા. દાસી બોલી રાણીમાં એ કઈ રીતે બની શકે? રાણી બેલી આજ તે ઉંઘ આવે છે માટે કાલ વાત.
ત્રીજે દિવસ થયે. કૌતુક જાણવા રાજા ફરી રાત્રે આવી ગયો. રાણુને પૂછે છે કાલની વાર્તાને અંત શે ? રાણી કહે રાજાજી આ તે સાદી વાત છે. એક હાથને પ્રાસાદ એટલે તેટલા પ્રમાણને. અને ચાર હાથના દેવ એટલે ચતુર્ભુજ સમજવા. બેલો રહે કે ન રહે.
આ રીતે છ મહિના વાર્તા ને વાર્તા ના રસમાં પસાર થઈ ગયા. રોજ તેને રાજા સાથે સુખદ મેળાપ થત રહ્યો. બીજી રાણીઓ નવી રાણીના છિદ્રો શોધે છે. જ્યારે નવી રાણી રોજ પિતાના ઘેર પહેરતી હતી તે જ વસ્ત્ર પહેરી રાજાના વસ્ત્ર-આભુષણો ઉતારી સામે મુકે અને આત્મ નિંદા કરતી બેલે કે હે જીવ તારે તે આજ વેશ છે. તું તે માત્ર ચિતારાની પુત્રી છે. રાજકુળમાં તે ઘણી મનોહર સ્ત્રીઓ છે. છતાં રાજા તારે ત્યાં આવે છે તે પુન્યોદય સમજ. બાકી ફોગટ ગર્વ કરીશ નહીં. ચિત્રકાર પુત્રીની આ નિંદા તે દ્રવ્ય નિંદા થઈ પણ ભાવ નિંદા શું? - પુન્યયોગે ચારિત્ર પામી પૂજનિક થા તે ગર્વ ન કરીશ કે હું બહુશ્રુત છું – ચારિત્રવાન છું વગેરે.
નવી રાણીની દ્રવ્ય નિંદા પ્રવૃત્તિ બીજી રાણી જાણી ગયા. તેણે રાજાને કહ્યું કે તમારી નવી રાણું તે કંઈક કામણ કરે છે. રાજાએ એકાંતે રહી તે સર્વ જોયા કર્યું—સાંભળ્યા કર્યું. ઘણે ખુશ થયા કે મારી શણું આવી રાજરાણી છતાં તેનું મન કેટલું સંતોષી અને નિર્મલ છે. ખરેખર તે પટ્ટરાણી પદને લાયક છે. અને તેને પટ્ટરાણું બનાવી. - નામિ જેવા બીજે મહત્વને શબ્દ છે. ગાયના–આલોચના. મો– +સુવ ને અર્થ છે વિચારવું કે પ્રકાશિત કરવું.