________________
૨૨૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૨) નિમિ:- નિઃ ધાતુને પ્રાગ પંદર વખત થયે છે. થયેલા પાપ, દેષ કે અતિચારની આત્મસાક્ષીએ (મને મન) નિંદા
કરવી.
ત
- પ્રતિક્રમણ શબ્દને આઠ પર્યા વડે જણાવાય છે તેમાંને એક પર્યાય છે નિન્દા–
નિંદા – એક રાજાએ સભામંડપ ચિતરવા ચિતારાઓને સર ભાગ વહેચી આપે. તેમાં એક ચિતારાને તેની પુત્રી જ ભાત દેવા, આવે. તે ચિતરે એક વખત દેહચિંતા માટે ગયેલે. ત્યારે તેની પુત્રી ત્યાં આવી પાસેના રંગે લઈ મેરપીંછ ચીતર્યું. રાજા અચાનક ત્યાં આવ્યો ને મોરપીંછ સાચું જ હોય તેમ લાગતા હાથ લંબાવી તે લેવા ગયો. એટલે ચિતારાપુત્રી હસી પડી.
રાજાએ પૂછયું કે તું હસી કેમ? ચિતારાપુત્રી બોલી કે અહીં આ સ્થાને મોરપીછ આવે ક્યાંથી એટલું પણ વિચાર્યા વગર તમે જે હાથ લંબાવ્યો તે માટે. રાજાને થયું કે આ છોકરી ખૂબ હોંશીયાર જણાય છે માટે તેની સાથે પાણિગ્રહણ કર્યું.
નવી રાણી વિચારે છે કે જો રાજ એક દિવસ આવીને જ રહેશે તે ફરીને ઘણે મહિને ભાગ્ય હશે તે મિલન થશે. માટે રાજા દરરોજ મારી સાથે રાત્રિ વીતાવે તેવું કંઈક કરું.
દાસીને સમજાવી દીધી કે રાજા નિદ્રાધીન ન થાય તે માટે તારે મને વાત કરવા કહેવું. દાસીએ પ્રથમ રાત્રીથી જ તે વાતને અમલ શરૂ કર્યો.
ચિત્રકાર પુત્રી એ વાર્તા શરૂ કરી
એક ઘરમાં પુત્રી યૌવન અવસ્થા પામી ત્યારે તેના માતાપિતા અને ભાઈ ત્રણે એક એક મુરતીયા લાવ્યા. હવે ત્રણ વરમાં કન્યા આપવી કોને ? એવું વિચારતા હતા ત્યાં કન્યાને સાપ કરડ્યો. ઝેર ન ઉતરતા કન્યા મરણ પામી.
એક મુરતીયો સાથે બળી મુએ. એક તપસ્યા કરતે ત્યાં જ રહ્યો. ત્રીજ એ દેવનું આરાધન કરી સંજીવની વડે કન્યા ને જીવતી કરી. તે કન્યા આપવી કોને ?
દાસી કહે આપ જ કહો. કન્યા કહે આજે તે મને નીદ્રા આવે છે. કાલે વાત.