________________
૨૨૪
અભિનવ ઉપદેશ પ્રસાદ
મોટા થઈને ચિત્તરંજનદાસ ખૂબ કમાયા. એમણે પિતાના જૂના દેવાદારોને લાવીને પૈસે પૈસા ચૂકવી દીધે. મિત્રો કહે તમે મુર્ખાઈ કરી રહ્યા છે. પણ ચિત્તરંજનદાસ નિરૂત્તર રહ્યા. ત્યારે બધાંને આશ્ચર્ય થયું.
દાસબંધુ કહે મિત્રો આ અદાલતમાંથી તે છટકી જવાશે પણ ઈશ્વરની અદાલત નહીં છોડે. આ દેવું આજે નહીં તે પાંચ પંદર દિવસે કેઈપણ જન્મમાં ચૂકવવું જ પડશે.
પ્રતિક્રમણમાં પણ આ દષ્ટાન્તને જ તમારે ઘટાવવાનું છે. કષાયની ચેકડી તેડવા માટે નિરંતર પ્રતિક્રમણ કર્યું. રોજ ન થાય તે પાક્ષિક કરે, પંદર દિવસે પણ ન થાય તે ચાતુર્માસિક કરો તે પણ ન થાય તે સાંવત્સરિક પણ છેલ્લે કરી લેવું.
એક દિવસથી વધારે કષાય ટકે તે સંજવલન કષાય થાય, પંદર દિવસથી વધે તે પ્રત્યાખ્યાની થાય, ચારમાસીથી વધે તે અપ્રત્યા
ખ્યાની થાય અને સંવત્સર કરતાં વધે તે અનંતાનુબંધી કષાયને ઉદય થતાં જીવ મિથ્યાત્વમાં જાય માટે પ્રતિક્રમણના પાંચ ભેદ કહ્યા છે.
પ્રથમ દૈવસિક પ્રતિક્રમણ કર્યું તેને હેતુ સાવ નિયુક્તિમાં જણાવતાં લખ્યું કે
__ "इह यस्मादिवसादि तीर्थ दिवस प्रधानं च तस्मादेवसिकमादावितिઅહીં તીર્થ દિવસ પ્રધાન (મુખ્ય) છે. માટે પ્રથમ પ્રતિક્રમણ દૈવસિક જ છે. ગણધર ભગવંતે તે જ દિવસથી નિત્ય પ્રતિક્રમણ
પ્રતિક્રમણ એટલે માત્ર વંદિતુ સૂત્ર જ નથી પણ સમગ્રવિધિને ખ્યાલ હોવો જરૂરી છે. જેમકે પ્રતિક્રમણમાં મુખ્ય અંગભૂત સૂત્રોમાં સર્વપ્રથમ ઈરિયાવહી સૂત્ર–જે લઘુપ્રતિકમણ રૂપજ ગણાય છે. તેમાં તમે ક્યા શબ્દો બોલે છે તે યાદ કરી. ઈચ્છા કરેણ સંદિસહ ભગ વન ઈરિયાવહિયં પડિફકમાસિ?
દરેક ક્રિયાના આરંભે આ લઘુ પ્રતિકમણ મુકયું. ચૈત્યવંદન, સામાયિક કે સ્વાધ્યાય આદિમાં ઈર્યા-પથ પ્રતિક્રમવાનો કહ્યો. તેને સાર શું? આપણી સૌથી સામાન્ય ક્રિયા તે ગમનાગમન. આ ગામનાગમન પણ બીજા જીવને પીડાકારી કે દુખદાયી બનવું ન જોઈએ.