________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૩
સ્મરણ, જિનપૂજા વગેરે લેવા. તે ન કર્યું હોય તે પ્રતિક્રમણ જરૂરી.
૦ પ્રશ્નન - એક પ્રતિકમણમાં છ આવશ્યક કઈ રીતે સચવાય?
સમાધાન :- (૧) પ્રતિક્રમણ સ્થાપના પછી રેમિ થી આઠ ગાથાના કાઉસ્સગ સુધી સામાયિક આવશ્યક
(૨) લેગસ્સ કહેવાય તે ચઉવિસFઓ આવશ્યક થયું.
(૩) પછી મુહપત્તિ પડિલેહણ અને બે વાંદણા દેવા પૂર્વક વંદન આવશ્યક થાય.
(૪) પ્રતિક્રમણ માટે દેવસિઅ આલોચના-સાત લાખ-૧૮ પાપસ્થાનક અને સવ્યસ્સવિ પછી વદિનુસૂત્રથી આયરિય ઉવજઝાય સુધીનું પ્રતિક્રમણ આવશ્યક.
(૫) પછી કરેમિ ભતેથી એક નવકાર સુધી કાર્યોત્સર્ગ આવશ્યક
(૬) છેવટે મુંહપત્તિ પડિલેહણ-વાંદણ પૂર્વક પચ્ચક્ખાણ આવશ્યક થશે.
મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા પણ સાડી ત્રણસના સ્તવનની અઢારમી ઢોળની બીજી ગાથામાં પ્રતિકમણની જરૂરીયાત દર્શાવે છે મૂલપદે પડિક્કામણુ ભાખ્યું પાપતણું અણુકરવું રે શકિત ભાવ તણે અભ્યાસે તે જશ અથે વરવું રે
પ્રશ્નના – પ્રતિક્રમણ કરવું જોઈએ તે વાત કબુલ પણ પાંચ પાંચ પ્રતિકમણની જરૂર શું?
સમાધાન:- પ્રતિક્રમણ એ દોષ શુદ્ધિ અને ગુણ પુષ્ટિની કિયા છે. દોષ એટલે કચરે. આત્મારૂપી ઘરમાં કર્મરૂપી કચરો એકઠો થાય તેને નિરંતર સાફ કરવા જોઈએ.
દાસબંધુનું બિરૂદ મેળવનાર ચિત્તરંજનદાસ એક વખતના મહાન દેશનેતા હતા. એમની સચ્ચાઈ અને નીતિ નિષ્ઠાને જેટે ન જડે તેવા હતા. એમના પિતાજી શ્રીમંત હતા પણ તેમની ઉદાર વૃત્તિથી તેઓ અતિ સામાન્ય સ્થિતિના બની ગયા.
એક વખત એક મિત્રને બચાવવા જતા અદાલતે ચાલીશ હજાર રૂપીયા જામીન માગ્યા. ચિત્તરંજનદાસના પિતા જામીન થયા અને મિત્રને આફત મુક્ત કર્યા. પણ પરિસ્થિતિ એવી સર્જાઈ કે ચાલીશ હજાર રૂપીયા દાસબંધુના પિતાજી એ ભરવા પડયા અને તેઓ નાદાર થઈ ગયા.
પિતાજી પરિસ્થિતિ એવી સન થયા છે