________________
२२२
અભિનવ ઉપદેશ પ્રસાદ
પાંડવો જે જે તીર્થોમાં ગયા ત્યાં ત્યાં તેણે તુંબડીને સ્નાન કરાવ્યું. છેલ્લે દ્વારિકામાં આવીને તે તુંબડી શ્રીકૃષ્ણને આપી. શ્રીકૃષ્ણએ સભાના દેખતા તે તુંબડીને ટુકડા કરાવીને ચૂર્ણ બનાવડાવ્યું. ચૂર્ણની ચપટી ચપટી ભરીને સમાજનેને વહેચી આપી. શ્રીકૃષ્ણ કહ્યું કે આ તુંબડી ૬૮ તીરથની યાત્રા કરીને આવી છે માટે તમે સૌ પ્રસાદ લ્યો. સભાજનોને ચૂર્ણ મમાં મુકતાં જ કડવું લાગ્યું ને મંડયા થુંકવા.
શ્રીકૃષ્ણ હસતાં હસતાં બોલ્યા કે આ તે પાંડવોને સમજાવવા મેરુ યુક્તિ કરેલી. જેમ તુંબડીને તીર્થયાત્રા કરવાને ભાવ ન હતા તેથી તેમાં રહેલી કડવાશ ન ગઈ તેમ હૃદયની પવિત્રતા વિના તીર્થ યાત્રા કઈ ફળદાયી ન બને. માટે પહેલા શુદ્ધિ કરે, પવીત્ર થાઓ તે જ તમારી તપ-જપ-યાત્રા સફળ બને.
આપણે ત્યાં પણ કેટલાંક મહાનુભવે એક વાત પકડે છે કે પ્રતિકમણ તે માત્ર વ્રતને લાગેલા અતિચારોનું હોય છે. (તેઓ માને છે કે પ્રતિકમણમાં માત્ર વંદિત સૂત્ર જ આવે) અમે તે વ્રત લીધા નથી પછી પ્રતિક્રમણ શેનું? એટલે શાસ્ત્રકારોએ એક ગાથા બતાવી.
पडिसिद्धाणं करणे किच्चाणम करणे अ पडिक्कमणं ___ असद्दहणे अ तहा विवरीअ परुवणाए अ
વદિત સૂત્ર ગાથા ૪૮ માં ચાર બાબતો સમાવી. તેથી પ્રતિકમણું એટલે માત્ર અતિચાર આલોચના જ નથી તે ખ્યાલ આવશે.
(૧) જ્ઞાની ભગવંતે જે વસ્તુઓને કે ક્રિયાને નિષેધ કરેલો હેય તે ક્રિયાઓ કરી હેય.
(૨) જે ક્રિયા કરવાની આજ્ઞા ફરમાવી છે તે ન કરી હોય કે ન થઈ હોય.
(૩) શ્રી જિનેશ્વર દેવના વચનેમાં અશ્રદ્ધા કરી હોય.
(૪) શ્રી જિનેશ્વર દેવના કથનથી વિરુદ્ધ પ્રરૂપણ કરી હોય કે થઈ ગઈ હેય.
૦ વરિતાાં ર–પ્રથમ હેતુમાં અઢાર પા૫ સ્થાનકે સમાવિષ્ટ છે. જે તેનું સેવન કર્યું હોય તે પ્રતિક્રમણ જરૂરી. આ કારણે જ વંદિતા પૂર્વે સાત લાખ તથા ૧૮ પાપસ્થાનકનું મિચ્છામિ દુકકડમ આપે છે.
• વિશ્વમળ :– થી છ આવશ્યકતથા આદિ શબ્દથી નવકાર