________________
(૨૩) પ્રતિક્રમણ શા માટે ?
–ચાલે ઘરમાં વસીએ VaRZuazuazzaa
स्वस्थानाद् यत् परस्थानं प्रमादस्य वशाद् गतः
तत्रैव क्रमणं भूयः प्रतिक्रमण मुच्यते । પ્રમાદને લીધે સ્વસ્થાનથી પરસ્થાનમાં ગયેલે આત્મા ફરી તેજ મૂળ સ્થાને જવાની ક્રિયા કરે તે પ્રતિકમણ કહેવાય. - જ્ઞાન દર્શન અને ચારિત્ર એ આત્માનું સ્વાસ્થાન છે. અને પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન વગેરે અઢાર પાપ સ્થાનકે એ પરસ્થાન છે. પ્રમાદના વશથી (અહીં મિથ્યાત્વ, કષાય, અવિરતિ, પ્રમાદ ચારેનું ગ્રહણ કરવું વધુ ચગ્ય છે) આત્મા પરસ્થાનમાં જાય છે. આત્માને જે ઘડીએ ભાન થાય કે હું માર્ગ ભૂલ્યો છું અને મારે ઘેર જવાને બદલે પારકાને ઘેર ગયો છું ત્યારે ફરી મૂળ સ્થાને જવાની જે પ્રવૃત્તિ કરે તેને પ્રતિક્રમણ કહેવાય છે. માટે જ આ પરીશીલનનું શિર્ષક રાખ્યું ચાલો ઘરમાં વસીએ.
પ્રતિ એટલે પાછું અને મન એટલે ચાલવું. શબ્દશઃ અર્થ કરીએ તે પાછું ફરવું તે પ્રતિક્રમણ. પાછા ફરવાનું કે પાછાં પગલાં ભરવાનું કૃત્ય સદા પ્રશસ્ત ન ગણાય. જેમ રણમાં ગયેલે રજપુત દ્ધો લડાઈના મેદાનમાંથી પાછા ફરે તે? રજપુતાણી પણ તેનું મોટું ન જુએ. પરીક્ષા આપવા ગયેલે (પરિક્ષાથી) વિદ્યાર્થી અઘરું પેપર છોડી પાછા ફરે (ડ્રોપ લે તો) છ મહિને વારે આવે. જ્યારે પ્રતિક્રમણ એ તે પ્રશસ્ત ક્રિયા છે. ઉભયકાલ કરવાની જ છે. માટે જ કહ્યું કે સ્વસ્થાનમાં પાછા ફરવું.
અમારા વાત્ શબ્દ લેકમાં મુકી તે બહુ મહત્ત્વપૂર્ણ છે. પ્રમાદ ન હોય તે તે સબમર કહેવાય એટલે કે જીવ સાતમે ગુણ ઠાણે પહોંચી જાય. આત્માનું સ્વસ્થાન તે તેની ઉપર જ હોય ને ?
મહાભારતના યુદ્ધ બાદ પાંડવો શેત્ર મનને પાપનું પ્રાયશ્ચિત કરવા તીર્થમાં જવા વિચારે છે. એ પ્રકારને જૈનેતર પ્રસંગ છે. તીર્થમાં જતાં કૃષ્ણને પણ સાથે આવવા વિનંતી કરી. શ્રીકૃષ્ણે કહ્યું કે મારા વતી આ તુંબડીને તીર્થમાં નવડાવજે.