________________
૨૨૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કરું. દરબારમાં ભાવથી વંદન કરનારની તરફેણમાં ન્યાય થશે. પણ અનુકરણ રૂપ દ્રવ્ય વંદન કરનારને કંઈ લાભ ન મ.
અહીં પહેલા સેવકે કરેલ વંદન તે ભાવવંદન રૂ૫ વિનય કર્મ જાણવું. બીજાનું વંદન તે દ્રવ્ય વિનય કર્મ જાણવું.
(૫) પૂજા કમ– શાંબ અને પાલક ને કૃષ્ણ મહારાજે કહ્યું કે જે નેમિનાથ ભગવંતને પહેલું વંદન કરે તેને અશ્વરત્ન આપીશ. ત્યારે શબકુમારે પોતાના સ્થાને રહી ભાવપૂર્વક વંદના કરી અને પાલકે વહેલી સવારે ઘડા ઉપર જઈ પ્રભુને સાક્ષાત્ વંદન કર્યું. પાલકે અશ્વરન માટે જ વંદન કર્યું તે દ્રવ્ય વંદન હતું જયારે અનંતર ફળરૂપે શાંબને અશ્વરત્ન મલ્યું અને પરંપરા એ મોક્ષફળ મળ્યું તે ભાવ પૂજા
કમ.
આ રીતે વંદનને પાંચ ભેદ સમજાવ્યું. શ્રાવકે વંદન આવશ્યક કેમ જાળવવું કે જેથી વંદના પાપનિકંદના રૂપ બને તે આપને સમજાઈ ગયું હશે, છતાં દ્વાદશાવર્ત વંદનની પ્રચલીત વિધિ જણાવુ છું(ઈરિયાવહી કરીને) ખમાસમણ દેવું, ઈચ્છાસંદિ. ભગ રાઈય મુહપત્તી પડિલેહુ? મુહપત્તિ પડિલેહણ પછી વાંદણ દેવા, ઈચ્છા, સંદિ ભગ, રાઈયં આલેઉં, ઈઈ આલેએમિ પાઠ, સવસવિ, વાંદણું, ઈચ્છકાર, અભુઠિઓ-વાંદણ-પરચકખાણ એ રીતે, વંદન કરી નિર્મળ ભાવે મહાયાત્રા કરો તેજ શુભેચ્છા.