________________
૨૧૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
નગર બહાર રહીને કેઈ શ્રાવક સાથે આચાર્ય મહારાજને સમાચાર મકલ્યા.
સવારે શીતલાચાર્ય વિચાર કરે કે હમણાં ચારે ભાણેજ વંદન કરવા આવશે. પણ આ તરફ રાત્રિને અવસરે વદનની નિર્મળ ભાવના રૂપ શુભ ધ્યાનના ગે ચારે સાધુને કેવળજ્ઞાન થઈ ગયું હતું.
દેવની આરાધના પણ કેવળ આત્માની નિર્મલતા માટે છે. પણું આત્માની નિર્મળતા થયા પછી દેવની આરાધના જરૂરી હોતી નથી. કેવળી બનેલા સાધુને પણ વંદન કરવા જવાનું હોય નહીં. પણ કેવલજ્ઞાન પ્રાપ્તિ જેટલી આત્માની નિર્મળતા માટે જરૂરી શું? વંદન કરવું તે. વંદના પાપ નિકંદના,
ગૌતમ સ્વામી પંદરસે તાપસને લઈને આવી રહ્યા છે. ભગવાનની પર્વદામાં પહોંચ્યાં ત્યારે ગૌતમ સ્વામીએ પંદરસેને કહ્યું તમે ભગવાનને વંદન કરી. બેલે કંઈ ખોટું તે નથી કહ્યું ને ગૌતમ સ્વામીએ? હું પૂછું છું કે તીર્થંકર પરમાત્માને વંદન કરવામાં કોઈ બેટુ તે નથી કરતાને? છતાં ભગવાન પોતે શું બેલ્યા તે ખબર છે?
ગૌતમ! કેવલીની આશાતના ન કરે. તમે સાંભળો તે શું કહેશે? અરે ભગવાનને વંદન કરવામાં વળી આશાતના શું ? અમે કહીશું ભગવાનની વાત કદી ખોટી હોય જ નહીં. કેમકે જેમના આત્મામાંથી સર્વથા કાળાશ નીકળી ગઈ હોય અને આત્મા નિર્મલ થઈ ગયા હોય તેઓએ વંદન કરવાનું હોય જ નહીં. સિદ્ધને સાધનાને ઉપદેશ ન અપાય કેમકે તે સિદ્ધ જ છે પછી સાધનાનું શું કામ હોય? '
તમને થશે કે આ તે બહુ સારું વંદન ન કરવા માટે નિર્મલ થઈ જાય તે રોજ માથું નમાવવાની પંચાત મટી જાય. પણ શાસ્ત્રકારે ત્યાં ના પાડે છે. બાહુબલીએ પણ વિચારેલ કે નિર્મલતા આવ્યા પછી જ ભગવાન પાસે જવું જેથી નાના ભાઈઓને વંદન કરવું ન પડે. પરીણામ શું આવ્યું ત્યાં ? વંદન નહીં તો નિર્મલતા નહી. જયાં વંદનના ભાવથી પગ ઉપડે ત્યાં એ જ ક્ષણે કેવલજ્ઞાન
શીતલાચાર્યજી તે જાણતા નથી કે ભાણેજ મુનિ કેવલી બન્યા છે. તેઓ જાતે જ સામે ચાલીને ગયા. પણ ભાણેજ મુનિએ કેવલી હોવાથી આચાર્ય મહારાજને સત્કાર કરતા નથી. શીતલાચાર્યજી તે