________________
૨૧૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આઠ ખમાસમણ અને પારતી વખતે. (ચઉકસાય પૂર્વેના ખમાસમણ સહિત) પાંચ ખમાસમણુ. - દરેકમાં ઉચ્ચાર શુદ્ધિ પૂર્વક પાઠ બેલી- સત્તર સંડાસા પૂર્વક પ્રમાર્જના કરવી તે વિધિ.
બહુમાન - વીર પ્રભુ પાસે એક ભિખારીએ દીક્ષા લીધી. ત્યારે પ્રભુને વિજ્ઞપ્તિી કરી છે સ્વામી! જ્ઞાનદીપ વિના હું ચારિત્ર માર્ગ કઈ રીતે જોઈ શકીશ? પ્રભુએ તેને ચૌદ પૂર્વનું રહસ્ય કહ્યું કે તું સર્વત્ર મનને વશ કર તે દીવ્યદીપ પ્રગટી જશે.
તેને આહાર ન મલે, લેકે અપમાન કરે તે પણ ભગવંતનું વચન સંભારી સમભાવે સહન કરે છે. એક વખત કેઈકે મજાક કરી અહે આ પુરુષે કેટલે બધે ધનાદિકને ત્યાગ કરી દીક્ષા લીધી છે ! અભયકુમારે વાત સાંભળી એટલે લેકેને એકઠા કર્યા.
જે કેઈ આંખના વિષયને છેડે તેને બહુ મૂલ્યવાન રન આપું. પણ કેઈ ન બોલ્યું, ફરી અભયકુમાર કહે જેઓ સ્પર્શના સુખને છેડે તેને હું એક રત્ન આપે તે પણ જવાબ ન મ. અરે પાંચે ઈન્દ્રિયેના વિષયોને છેડે તેને પાંચ મૂલ્યવાન રત્ન આપું. તે પણ કેઈએ ઈચ્છા વ્યક્ત ન કરી. એટલે મુનિને કહ્યું તમે પાંચે ઈન્દ્રિય જીતી છે તે તમે જ આ રત્ન ગ્રહણ કરે. મુનિ કહે એ અર્થ (દ્રવ્ય) અનર્થને જ દેનાર છે. મારે તે તેના ચાવજ જીવ પચ્ચકખાણ છે. ત્યારે અભયકમાર બેલ્યા કે સાંભળો તમે. તેણે શું છોડયું છે તે સમજાયું?
મુનિ તે ભગવંતના વચને અંગીકૃત કરી કેવલ પામી મુક્ત ગયા. એ રીતે તમારે જેને વંદન કરવાનું છે તે પાંચ ઇન્દ્રિયના વિષયના ત્યાગી છે. ધન પાછળની દોટ મુકીને આવ્યા છે. માટે તેની નિસ્પૃહતા અને ત્યાગ ભાવના પ્રત્યેના બહુમાન પૂર્વક વન કરો એ જ શુભેચ્છા.