________________
ખમા ગુરુ રાયને
૨૯
કરવાનું હોય છે તે વાત તે અતિ સુવિદિત છે. પણ પ્રણિપાત કરવામાં ૧૭ સંડાસા જાણવા ખૂબ જ જરૂરી છે.
પણ વિધિપૂર્વક વંદન કરવું જોઈએ તેવી વાત કરવા માત્રથી વિધિ થઈ જાય ખરી?
વિધિમાં ૧૭ સંડાસા જણાવે છે. સંતાં એટલે સાંધા (સાણસી) શરીરના જે જે અંગે સાણસીની માફક વળે એટલે કે જ્યાં જ્યાં સાંધા હોય ત્યાં ત્યાં જીવ વિરાધના અટકાવવા ૧૭ સ્થાને પ્રમાજના કરવાનું જણાવે છે
(૧ થી ૩) પાછળ જમણા પગે-વચ્ચે-ડાબા પગે. (૪ થી ૬) આગળ જમણું પગે–વચ્ચે–ડાબા પગે. (૭ થી ૯) અવગ્રહમાં પ્રવેશ કરવાની ભૂમિ ઉપર ત્રણ વખત
આ રીતે નવ સ્થાનમાં ચરવળા વડે પ્રમાર્જના કરીને અવગ્રહ ભૂમિમાં પ્રવેશવું.
(૧૦) જમણું કપાળેથી ડાબા હાથની કોણુ સુધી. (૧૧) ડાબા કપાળેથી જમણે હાથની કેણી સધી.
(૧૨ થી ૧૪) ચરવળા ઉપર મસ્તક નમાવવાને સ્થાને આ પાંચે પ્રમાર્જના મુહપત્તી વડે કરવી.
(૧૫ થી ૧૭) પ્રણિપાત કર્યા બાદ જ્યારે ઉભા થવાનું હોય ત્યારે ઉભા થવાના સ્થાનમાં ચરવળા વડે ત્રણ વખત પ્રમાર્જના કરીને ઉભું થાય.
આ રીતે સત્તર સંડાસા પ્રમાર્જવા તેને વિધિ કહેવામાં આવે છે આ વિધિ છવ વિરાધનાથી બચવા માટે અને વિધિ પરના બહુમાન પૂર્વક કરવી જોઈએ.
રોજ સાંજે પ્રતિક્રમણ કરે છે ને? કેટલી વખત પ્રણિપાત કરે છે જરા યાદ કરે જોઈએ.
૦ ઈરિયાવહી પૂર્વે (૧)-ચૈત્યવંદન પૂર્વે (૧) ૦ બે વખત ચાર-ચાર વાંદણ દેતા. (૪+૪) ૦ સજઝાયને આદેશ માંગતા પૂર્વે. (૨) ૦ ચાર લેગસ્સના છેલા કાઉસ્સગ્ન પૂર્વે. (૧) ૦ પ્રતિક્રમણ બાદ અવિધિના મિચ્છામિ દુક્કડમ દેવા પૂર્વેનું.(૧) કેટલા પ્રણિપાત થયા? ચૌદ. તદુપરાંત સામાયિક લેતી વખતે
१४