________________
૨૦૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ જીવ હતું તેથી તેણે પોતાના સ્થાને રહીને પણ ભાવવંદન કર્યું.
શ્રીકૃષ્ણ મહારાજા નેમિનાથ પ્રભુ પાસે પહોંચ્યાં. પૂછયું પ્રભુને મારા બે પુત્રોમાંથી આપને પ્રથમ વંદના કેણે કરી? પ્રભુ કહે દ્રવ્યવંદન તે પાલકે કર્યું, પણ ભાવવંદન શાબે કર્યું, તેથી કૃષ્ણ મહારાજે અશ્વરત્ન શાંબને આપે.
આ તે થયું વંદનનું અનંતર ફળ. પણ જ્યારે શ્રી નેમિનાથ પ્રભુ બીજી વખત સમેસર્યા ત્યારે તેમની અદ્દભુત વાણીથી વૈરાગ્ય વાસીત થઈ શબકુમારે દીક્ષા ગ્રહણ કરી. (આ વાત પ્રદ્યુમ્ન ચરિત્ર સર્ગ ૧૨ના શ્લોક ૫૯ માં જણાવેલ છે.) દીક્ષા ગ્રહણ કર્યા બાદ અનેક વિધ તપ કરતાં કાળક્રમે કેવલ જ્ઞાન પામી મેક્ષ લક્ષમીને વર્યા.
ગુરુવંદન ભાષ્યમાં ગુરુવંદનના પાંચ ભેદ જણાવ્યા છે. વંટળાં વિવર્મા વિવM વિજય વાજં જુગને વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, વિનયકર્મ, પૂજાકર્મ.
પૂજા કર્મ એટલે મન-વચન-કાયાને પ્રશસ્ત વ્યાપાર. આવા પ્રકારના પ્રશસ્ત-વ્યાપારથી એટલે કે પૂજા કર્મ વંદનના ભેદથી શાંબકુમારને અશ્વરત્નની પ્રાપ્તિ તે થઈ જ પણ તેના મન-વચન-કાયાના પ્રશસ્ત વ્યાપારે પરંપરાએ તેને મોક્ષની પ્રાપ્તિ કરાવી આપી. શ્રાવક પણ આવું ભાવવંદન કરતાં જ ખમા ગુરાયને પદ સાર્થક બનાવી શકે.
વંદન કઈ રીતે થાય તે લાભદાયી બને ?
વિધિ પૂર્વક અને બહમાન પૂર્વક કરાયેલું વંદન લાભદાયી કે ફળદાયી બને છે.
અઢાર સહસ સાધુને વિધિ શું વાંધા અધિકે હરખે પછી નેમિ જિનેશ્વર કેરા ઊભા મુખડાં નિરખે નેમિ કહે તુમ ચાર નિવારી ત્રણ્ય તણાં દુખ રહીયા કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ હર્ષ ધરી મન હઇયાં હે પ્રભુજી નહીં જાઉ નરક નિગેહે
કૃષ્ણ મહારાજાને વંદનથી ચાર નારકીને કર્મબંધ તુટી ગયો. શાબને મેક્ષફળ મલ્યું ત્યાં બહુમાન કેને કહેવાય છે તે સ્પષ્ટ થઈ, ગયું પણ વિધિ પૂર્વક વંદન એટલે શું ?
વંદન વેળા પ્રથમ ખમાસમણ આપે ત્યારે પંચાંગી નમસ્કાર