________________
ખમા ગુરુ રાયને
૨૦ ૩
તું દેવ રાજા એભલ? હા બેન, પણ હું દેવ નથી આઈ. સાત વર્ષે આજ માંડ મે વાળી શકો છું, તળાજામાં સાત દુકાળ થયા આભમાં ઘટાટોપ વાદળ પણ એકે ફરું ન પડે. તેમાં કાળિયાર લીલાડુ ચરે. તે જ્યાં હાલે ત્યાં લીલા તરણની કેડી ઉગતી આવે ને તેના શીંગડામાંથી પાણુની અખંડ ઘાર થાય. કૌતુક ભાળી તપાસ કરી. જંગલમાં કાળીયારને કેડે લીધે શિંગડું ખોલાવ્યું ત્યાં મેઘ તુટી પડે. હું રસ્તે ભૂ-થીજી ગયા પછી શું થયું તે ખબર નથી.
તારું નામ સાંઈ નેહડી પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. ચારણ કામવશાત્ માળવે ગયો છે. સાત વર્ષ વિજેગના વીત્યા છે. હવે તે ભેંસુ હાંકી આવતું હશે. તારી વાત સાંભળી ભારે હરખ થાશે વીશ. ત્યારે એભલવાળો એટલું જ બેલ્યો બેન! આજ તે શું આપું? પણ કેકદી વીરપહલી લેવા તળાજે આવજે.
પરદેશથી પાછા ફરેલા ચારણને ઉમળકાભેર એભલવાળાની વાત સંભળાવી. ચારણને પારકા માણસ પર ઠલવાતા ઉભરા ઠીક ન લાગ્યા. એમાં વળી પડે શીએ કુંક ભરીને ચારણને વિષ રેડાયું ને ચારણી પર ટાણે-કટાણે ખીજાવા લાગ્યા.
ચારણી બેલતી નથી. પણ એક વખત તેના હાથમાંથી વાછડું છુટયું ને ચારણ ગાય દોતા'તા ત્યાં પહોંચી ગયું. ચારણને મિજાજ ફાટયો. કેને સંભારી રહી છે કે દેરડું ઝલાતું નથી.
ચારણની વાણીમાં કારમે ફટાકે છે. હાથમાં અંજલી લઈને સૂરજ સામે જોતાં બેલી, જે હું પવિતર હોઉં તે ખાતરી દેજે ડાડા. ચારણ પર અજલી છાંટીને સમ-સમ-સમ અંગારા ઉઠયા. ચારણના શરીરે ભંભેલા પડયા, પરૂ ટપકવા માંડયા. થોડા દીમાં શરીર આખું સડી ગયું. આખરે એક કડીયામાં રૂના પિલ કરી ચારણને સંતાડી સાઈ નેહડી ચાલી નીકળી.
એભલવાળાએ બેનને ઓળખી. આદર સત્કારમાં કમીના ન રાખી પણ ઓરડામાં થતી ઝીણી ઝીણી વાત સાંભળી શંકા પડતા બેનને એકાંતમાં લાવી પૂછયું. બેને સડી ગયેલું ચારણનું શરીર દેખાડયું.
એભલવાળો કહે કેઈ ઉપાય છે આને ? ઉપાય એક જ છે ભા. કેઈ બત્રીસ લક્ષણને ભેગ આપી તેના લેહીથી ચારણ નહાય તે