________________
૨૦૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે એ જ હોય કે ગુરુદેવની નિર્મલ અને નિર્દોષ ભક્તિ કરતાં હું પણું કયારે સાધુ વેશને પામું? ક્યારે ઘર છોડીને અણગાર બનું હું?
કુંકુમના છાંટણ અને કંકુના સાથીયા સફેદ ઘો મલે ક્યારે, માંગુ છું હું એટલું કાષ્ઠના પાતરાને કરમાં ગ્રહણ કરી ઘેર ઘેર ગૌચરી ફર્સ કયારે, માંગુ છું એટલું
મધરાત હતી, બારે મેઘ ખાંગા બની તુટી પડયા હતા. જગતને જાણે બાળી દેશે તેવા પાણી ઘેરી વળ્યા. આવા જળબંબાકારમાં સમજદાર ઘેડે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતા ઠેરવતા જાય છે. પિતાને ગળે બાઝેલો અસવાર જરાય ન જોખમાય તે રીતે ડાબા માંડે છે. વીજળીના ઝબકારમાં વર્તાતા એક નેસડા પાસેની એક ઝુંપડાની એાસરીએ ઘેડે આવીને ઉભે. ગળાની હાવડ દીધી. અંદરથી કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી.
કોણ? ઘેડાએ ફરી ધીમી હાવડ દીધી. પણ અસવારને અવાજ આવતું નથી. નેસડાની નિર્ભય નારીએ બહાર આવીને જોયું તે અસવાર ટાઢે હીમ થઈને ઢળી પડે છે. ઘેડાની ડેકે અસવારની મડાગાંઠ છે. વિજળીના ઝબકારમાં અસવાર બરાબર દેખાયે. બાઈએ જગદંબાનું નામ લઈને ખેંચી લીધે ઝુંપડામાં.
અસવારને ખાટલે સુવાડી ઘેડાને બાંધે ઓસરીએ. અસવારને હૈયે હાથ મુક્યો. જીવે તે છે. દેવતા કર્યો. ગોટા ધગાવી પહાર સુધી શેકા પણ શરીરમાં સળવળાટ ન થયો. ઊંડા ઊંડા ધબકાર ચાલુ છે. બાઈ મુંઝાણું. પહાડી ન્યાયનું એસાણ ચડયું. થયું કે આ મળ મૂતરની ભરેલી કુડી કાયા શું કામની ? આ તે મડું છે.
ઈશ્વર સાક્ષીએ જુવાન ચારણીએ પોતાનું શરીર ઠરેલ ખેાળીયા પડખે લંબાવ્યું. કામળીની સેળ તાણી હુંફાળી ગોદમાં પુરુષના શરીરને ગરમાવે આપે છે. ધીરે ધીરે ધબકારા વધ્યા, અંગ ઉના થયાં કે તરત સ્ત્રીએ લુગડાં સંભાળ્યા. પુરૂષને મેઢે ટેયલીથી ભરી ભરીને દુધ પાયું. પ્રભાતે પુરુષ બેઠે થયે.
હું કયાં છું? તમે કેણ છે બેન?
બાપ બીશમાં, તુ તારી ધરમની બેનને ઘેર છે. પણ તું કેણું છે ભા? પેલા પુરુષે ઉત્તર વાળ્યો હું એભલવાળે.