________________
૨૦૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે. વિનયથી અહંકાર નાશ થાય છે. વળી વંદન કરવાથી) ગુરુજનની પૂજા, તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું આરાધન કૃતધર્મ આરાધન અને પરંપરાએ મેક્ષની પ્રાપ્તિ થાય છે.
દશાર્ણભદ્રનું કથાનક પણ આ વાતની સાક્ષી પુરે છે. રાજા પૂર્ણ અભિમાન સાથે જ વંદન કરવા ગયેલ. પણ વંદનનું પ્રત્યક્ષ ફળ જુઓ. રાજાના અહંકારને નાશ થઈ ગયા અને શ્રત ધર્મના આરાધન પૂર્વક કર્મની જંજીર તેડી તે જ ભવે મુક્તિને પામ્યો.
એ સમો અવર ન કઈ બુકયો ગુઝ કમ સંઘાતે કેવલ પામી સુગતે પહોંચ્યો મગલિક હુઓ ઈણ વાતે
વદનથી મુક્તિની યાત્રા ખૂબ જ સુંદર રીતે થઈ શકે તે માટે જ્ઞાની પુરૂષાએ વંદનનું મહત્વ ખૂબ જ સમજાવેલ છે. પણ સાથે સાથે વંદન કયારે ન થાય તે પણ જણાવી દીધું.
ગુરુ મહારાજા વ્યગ્ર ચિત્ત વાળા હોય, તમારી સન્મુખ ન હોય, તેઓ નિદ્રા વગેરે પ્રમાદમાં હાય, આહાર કે નિહાર કાર્યમાં રોકા યેલા હોય અથવા તે આહાર-વિહાર કરવાની ઈરછાવાળા હોય તે આવા-આવા સંજોગોમાં ગુરુ મહારાજને વંદન કરાય નહીં.
આ સંજોગોમાં વંદન આરાધનાને બદલે દોષના ભાગી બનાવે છે. અને એ રીતે વંદન કરવાથી અનુક્રમે ધર્મને અંતરાય, વંદનનું દુર્લક્ષ, આહારને અંતરાય કે નિહાર એટલે કે લઘુનીતિ-વડીનીતિનું અનિર્ગમન (અટકાવ) થાય છે.
વિરાધના કે દેષને ટાળીને અને વિવેકપૂર્વક સમયોચિત વંદન દ્વારા શ્રાવકે ત્રીજા આવશ્યકનું પાલન કરવું જોઈએ. શ્રાવકને છત્રીશ કર્તવ્યમાં છઠું કર્તવ્ય વંદન જણાવ્યું છે. પ્રતિદિન શ્રાવકે આ અવશ્ય કરણીયમાં ઉદ્યમવંત રહેવું જોઈએ. કેમ કે વંદન એ પરંપરાએ મોક્ષનું દાયક છે.
આ પરિશિલનનું શિર્ષક પણ એટલા માટે જ વંદનથી મુકિત શખ્યું. તમે સૌ પણ વદન થકી નમ્રતા પ્રાપ્ત કરી સિદ્ધિ ગતિ બિરાજમાન થાઓ એ જ અભ્યર્થના.