________________
૧૯૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ આવી રીતે મનની વિકારે રહિત અવસ્થા અને ઈન્દ્રિયની ઉપઘાત રહિત સ્થિતિએ કરીને વંદન કરવું.
બાવળજ્ઞાણ પછીના શબ્દ છે રિપિરિમાણ શ્રીમાન હરિભદ્રસૂરિજી મહારાજા આવશ્યક સૂત્રની ટીકામાં નિસિમિાણ પદને અર્થ જણાવે છે નૈવિય પ્રાણાતિપાત નિવૃત્તયા તવા એટલે પ્રાણાતિપાત આદિથી નિવૃત્ત થયેલ તનુ-શરીર વડે (હું વંદન કરું છું.)
વંદન કઈ રીતે કરવાનું તમારે?
શરીરમાં ઈન્દ્રિયોને વિકાર ન હોય, મનમાં કષાયોને ઉપઘાત ન હોય તથા પ્રાણાતિપાત વગેરે પ્રવૃત્તિને આરંભ નથી જેમાં તેવા નિર્વિ કારી અને નિષ્પાપ શરીર વડે સઘળી શક્તિ એ કરીને વંદન કરવું જોઈએ.
આવું વંદન કોણે કર્યું ? દશાર્ણભ. માત્ર એકજ વંદન ને તે ભવે મોક્ષ પ્રાપ્ત કર્યો.
દશાર્ણ નામક દેશમાં દશાર્ણ નગર હતું અને તે નગરમાં દશાર્ણભદ્ર નામને રાજા રાજ્ય કરતો. સંધ્યા કાલે સેવકે આવીને કહ્યું કે કાલે શ્રી વિરપ્રભુ આપણા ઉદ્યાનમાં પધારશે. રાજા તે સાંભળતા જ રોમાંચિત થઈ ગયે. બોલ્યો કે વીરપ્રભુને કેઈએ વાંદ્યા ન હોય તેવું વંદન હું કરવા જઈશ.
નગર આખામાં ઢઢરે ફેલાવ્યો. જેને જે સાજ શણગાર જોઈએ તે રાજમાંથી લઈ જાઓ પણ પ્રભુને વાંદવાની એવી સજાઈ કરો કે જેવી સાઈ આજ સુધી કેઈએ ન કરી હોય.
પ્રાતઃકાલે દશાર્ણભદ્ર રાજા નીકળે ત્યારે સાથે સોના રૂપા અને હાથીદાંતની ૫૦૦ પાલખીઓમાં સ્ત્રીઓને બેસાડી, મેટી ઋદ્ધિએ કરીને વીરપ્રભુને વંદનાથે ચાલ્યો. તેમાં ૧૮ હજાર હાથી, ૨૪ લાખ ઘેડા, ૨૧ હજાર રથ, ૯૧ કરોડ પાયદળ, ૧-હજાર સુખપાલ, ૧૬ હજાર ધ્વજા એવા મોટા આડંબર પૂર્વક હસ્તી પર આવીને પાંચ પ્રકારે અભીગમ સાચવવા પૂર્વક શ્રી વીર પ્રભુને વંદન કર્યું.
પ્રભુને વંદન કરી હજી બેસે છે. મનમાં મનમાં મલકાઈ રહ્યો છે ત્યારે ઈન્દ્ર મહારાજા અવધિજ્ઞાનથી જોઈને વિચારે–
જીવર ભગતિ કરી બહુરાજા, પણ અભિમાને ચડીયો જીવર ભગતિ કરી કુણું પૂજે, ત્રણે જગ આવે જડીયો