________________
વંદનથી મુક્તિ
૧૯૫
છે. જવાનની મીટ મારગ માથે છે. ખાંડા સાથે ત્રણ ફેરા ફરી કુંવરી વાળી બા ચોથે ફેરે જીવતર ઉજાળવા વેલડે બેસીને બાપને ઘેરથી નીકળ્યા છે.
બરાબર સમય સાધીને લાઠીના દરમાં લાખમણકાને લાખ ચાવડા પચીસ ભેરુબંધ સાથે જાતવાન ઘડીએ નીકળે છે. લાખાને આજે વેરની આગ બુઝાવવી છે. સીમાડેથી લાઠીનું ધણ વાળી લાખે નીક
. પાદરમાં ગોવાળીયાએ ખબરું દીધી કે તુરત અગન ગલોલા જે દાજીભા ઉભા થયા.
હજી ડાયરો હું હું કરે છે ત્યાં દાજીભાએ ઘોડાની રાંગ વાળી. પડે દુશમનની પાછળ ને વાંહે પચાસ ઘડાઓ દોડયા. સીમાડે પગે ત્યાં લાખા ચાવડાની નજર પડી. અરે! આ તે મીંઢળ બંધા કુંવર હાલ્યા આવે છે. બુમ પાડી લાખાએ કુંવર એક કેર ખસો. મીંઢળ બંધા માથે ઘા ન થાય. “લે આ મીંઢળ” કહી કુંવરે મીંઢળને દોરે તોડીને ઘા કર્યો.
એકલે દાજીભા ને સામે પચીસનું કટક છે. સામસામા ઝાટકા દેવાણ દાજીભાએ પાંચના માથા વધેરી નાખ્યા. ત્યાં તે કટકમાંથી બરછી ઉડી. જોરાવર ભૂજાવાળા દાજીભાન વેતરીને સેપટ નીકળી ગઈ. મેતની અદબ જાળવી લાખે ત્યાંથી ભાગી ગયે.
વાલીબાનું વેલડું પુગ્યું. ભરયૌવનના ઉંબરે બેઠેલી, સાગના સેટ જેવી પાતળી કાયા, ઘાટીલા દેહ, સોને મઢેલી, આંખમાં બનનો રંગ છલકી રહ્યો છે. ત્યાં સમાચાર મલ્યા કે ગાયોનું ધણ વાળતા કુંવર કામ આવ્યા. રજપુતાણીના નવાણું લાખ રુંવાડે અગન જોયું પ્રગટી. હુકમ દીધે વેલડું પરખા દરબારગઢમાં .
પણ બા હજી ચોથો ફેરો બાકી છે.
રજપુતાણી એકજ ધણીનું ઓઢણું ઓઢે છે. ચામડાં ચૂંથનારા ચમાર નથી આપણે. રજપુત છીએ. ત્યાંજ અલંકારે ઉતારી નાખ્યા. મલીર ધારણ કર્યા. ધણીના મરદાનગી પર જીવતર ઓળઘોળ કરી દીધું. માળા ફેરવતા જીવતર પુરું કર્યું. આંખમાં યૌવનને રંગ ડેકાવા ન દીધા.
આ બનાવ સંવત ૧૮૪૦ની મહાસુદી દશમે મંગળવારે બન્યો.
પોતાની ઇન્દ્રિયો પર કેટલો કાબુ હશે કે એક મિનિટમાં આને રંગ પલટી નાખે ને વિષયના વિષને કાઢી લીધું.