________________
વંદનથી મુક્તિ
૧૯૭
-
-
રાજાએ વંદન તે ઘણું ભક્તિ ભાવ પૂર્વક કર્યું પણ મનમાં અભિમાને છે તે ખોટું છે. આવશ્યક નિર્યુક્તિની ૧૨૦૦મી ગાથામાં વંદનના આઠ કારણે જણાવ્યા છે.–
पडिक्कमणे सज्झाए काउस्सग्गावराह पाहुणए
आलोअण संवरणे उत्तमठे अ वदणय આ આઠ કારણે મુખ્યતયા સાધુને આશ્રીને છે છતાં શ્રાવકે જાણવા યોગ્ય છે.
(૧) પ્રતિક્રમણ માટે – પ્રતિક્રમણમાં સવારે તથા સાંજે ચાર ચાર વખત બે-બે વાંદણું દેવાય છે તે પ્રતિકમણ અર્થે વંદન.
(૨) સ્વાધ્યાય માટે – (ગની ક્રિયામાં) એક સઝાય પરઠવતા, બીજું પયણ કરતાં, ત્રીજું કાળ પ્રતિક્રમણ કરતાં (કાલ પલવત) એ ત્રણેનું મલીને એક વંદન ગણાય છે તે સ્વાધ્યાય અર્થે વંદન.
(૩) કાઉસ્સગ માટે - યોગદ્વહનની ક્રિયામાં સામાન્યથી આયંબિલ અને નિવી હોય છે. પણ પાલી પલટતા આયંબિલને બદલે નિવીનું પરચકખાણ કરે તે પહેલાનું વંદન.
(૪) અપરાધ ખામણું માટે- ગુરુ પ્રત્યેના અપરાધને ખમાવવા માટે વન્દન કરી ક્ષમાપના કરે તે.
(૫) પ્રાધુણક - કેઈ અન્ય ક્ષેત્રમાંથી આવેલા સાધુ મોટા હોય અને તે સમાન સમાચારીવાળા હોય તે પ્રથમ ગુરુને પૂછીને વંદન કરે અને જે ભિન્ન સમાચારી વાળા હોય તે પ્રથમ ગુરુને વંદન કરીને પૂછે કે “હું વંદન કરું” ને ગુરુ મહારાજ આદેશ આપે તે માધુર્ણકને વંદન કરે.
(૬) આલોચના વંદના- અતિચાર, અનાચારના આલેચ નાદિ પ્રાયશ્ચિત અંગીકાર કરવા માટે.
(૭) પચ્ચકખાણ વંદન – દિવસ ચરિમ આદિ પચ્ચખાણ અથવા નવકારશીને બદલે પારસી વગેરે વધુ પચ્ચકખાણ કરવા માટે કરાતું વંદન.
(૮) ઉત્તમાર્થ વંદન – અનશન કે સંલેખના અંગીકાર કરવા માટે કરાતું વંદન.
આ રીતે પેલે શાર્ણભદ્ર રાજા પ્રભુને વંદન કરીને બેઠે છે. ઈન્દ્ર