________________
સ્મરણ પરમાત્માનું
૧૮૩.
પ્રવાહ તો ચાલુ જ રહ્યો. છેવટે બેભાન બનીને ઢળી પડયા. રાજાને લાગ્યું કે હવે તે આ મરી ગયો છે. સૈનિકોને કહીને તેને નદીમાં ફેંકાવી દીધા. | નદીના શીતળ જળથી તેના ઘા છેવાતા ગયા. બરડામાં પણ થોડી શાંતિ થવા લાગી ને ભક્ત હરિદાસ ભાનમાં આવ્યા. ગામમાં વાત ફેલાઈ ગઈ ભક્ત તે જીવતા થયા.
રાજાને પશ્ચાતાપ થયે. ભક્ત હરિદાસને બેલાવી માફી માંગી. હરિદાસ કહે ભાઈ તમે તો મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો. આ ચાબુકને માર તે મારા કે પૂર્વકર્મનું ફળ હશે, પણ પ્રભુના નામે જે આ કટી થઈ તે બહુ સારું થયું. કેમકે આ બહાને સૌને હરિનામની શક્તિને પ્રભાવ તે જાણવા મલ્યો.
ચતુર્વિશતિ સ્તવમાં પ્રભુના નામ સ્મરણ દ્વારા તમારે જે પ્રાપ્ત કરવાનું છે તે પ્રથમ તે આટલી શ્રદ્ધા ઉત્પન્ન થવી તે છે. નામ સ્મરણમાં તે પુરતી તાકાત છે જ પણ તમારી શ્રદ્ધા તે જોઈએ ને !!!
ભક્તામર સ્તોત્રમાં માનતુંગ સૂરિજી મહારાજે નામ સ્મરણને મહિમા ગાતા સુન્દર શબ્દોની રચના કરી.
आस्तां तव स्तवनमस्त समस्त दाषं
त्वत्संकथाऽपि जगतां दुरितानि हन्ति તમારી સમસ્ત દેષ રહિત (નિર્મલ) સ્તવના તે દૂર રહી પણ તમારી કથા-નામ પણ જગતનાં (કેના) દુરિત-પાપને હણે છે. એટલું જ નહીં માત્ર નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તે પણ આત્મા સ્વયં તિર્થંકર બને છે.
નામ સ્મરણથી સમ્યમ્ દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે. કદાચ તીવ્ર નિકાચીત કર્મના ઉદયે દૂર ન થાય તો પણ દુઃખમાં ધીરજ શખવાની વૃત્તિ તે જરૂર પ્રગટે છે.
નામ સ્મરણ આટલું ગુણ સંપન્ન અને કલ્યાણકારી છે, માટે જ તેને ભક્તિનું પ્રધાન અંગ ગણેલ છે. તેમજ ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાઓનું બીજ કહ્યું છે.
પ્રશ્ન : એક તીર્થકરના નામ સ્મરણથી જેટલ, લાભ છે, તેટલું જ વીશે તીર્થકરના નામ સ્મરણથી છે. તે પછી પૃથક પૃથફ નામ સ્મરણની આવશ્યકતા શી ?