________________
સાંભળવાની કળા
માટે જ “અરીસા” જેવા શ્રાવક કહ્યા કે જયાં જિનવાણીનું હુબહુ પ્રતિબિંબ ઝીલાય. રેહણયો ચાર | સર્વથા જિન વાણથી દૂર રહેવા પ્રતિબદ્ધ એ ચેર પણ અનાયાસે જિનવાણી સાંભળતા ચારિત્ર પામી સદ્ગતિને મેળવનાર બને તે શ્રધ્ધાળુ શ્રાવકનું કલ્યાણ કેમ ન થાય ?
રાજગૃહી નગરી પાસે લેહખુર નામે ચાર રહે. તેને રોહિણીયો નામે એક પુત્ર હતો. ચોરે મરણ પથારીએ પુત્રને બેલા. પુત્રને કહે-બેટા! હમણાં મહાવીર નામે એક ધુતાર નીકળે છે. તેને જે કંઈ સાંભળે તે માણસ તેની વાણીથી ધુતાઈ જાય છે. માટે તું પ્રતીજ્ઞા કરી કે કઈ દિવસ એ ધુતારાની વાત સાંભળવા જઈશ નહી. રોહિણીયાએ તેના પિતા પાસે પ્રતિજ્ઞા લીધી પછી ચોરીને ધંધે શરૂ કર્યો. એક વખત રાજગૃહીમાં ચોરી કરવા જઈ રહ્યો છે. માર્ગમાં વીર પ્રભુ દેશના આપી રહ્યા જોઈ તુરંત કાનમાં આંગળી નાખીને દોડ, રખેને કયાંક વાણુના શબ્દો કાનમાં ચાલ્યા ન જાય.
જે કે તમારે પણ આવા ઘણા મહાનુભાવે હોય છે. એને એજ સમયે જુદી સામાયિક કરવી, માળા ગણવી, વાતો કરવી આવી પ્રવૃત્તિ હોય છે. કેમકે વળી જિનવાણું કાનમાં પ્રવેશી જાય તો પાછા બાયડી-- છોકરા રખડી પડેને?
રોહિણીયો પણ બગલમાં પગરખાં દબાવી કાનમાં દાટા દઈ ભાગે. ત્યાં પગમાં કાંટો વાગ્યો. કાંટે કાઢે નહીં ત્યાં સુધી દેડવું કેમ? જલદી જલદી કાંટો કાઢયે ત્યાં તો દે કેવા હોય તે અંગેના વર્ણન નને શ્લેક કાનમાં પ્રવેશી ગયે.
એ જ દિવસે અભયકુમારને હાથે ચેર તરીકે પકડાયો. ઘણે બુદ્ધિશાળી ચિર હતો. પહેલેથી જ બધી ગોઠવણ કરીને બેઠે છે. સામે બુદ્ધિ નિધાન અભયકુમાર મંત્રી છે. તે પણ ચેર પાસે કબુલાત કરાવ્યા વિના છોડે તેવા નથી. ચોરને છેતરવા ભેજન કરાવી દારૂ પાઈને બેભાન કરી દીધું. આંખ ખોલીને જુએ તો દેવાંગના નૃત્ય કરી રહી છે. પોતે દેવ શય્યામાં પટેલ છે. બધાં સ્વામીનાથ–સ્વામીનાથ કહી પોકારે છે પૂછે છે અહિ તમે એવી કઈ કરણ કરી કે અહીં સ્વર્ગમાં આગમન થયું ?
રહિણી સમજી ગયો. નકી આ અભયકુમારે તરકટ કર્યું છે.