________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
હું મર્યો જ નથી તો દેવલોક કયાંથી? વળી હમણું જ મહાવીરે દેવતાનું વર્ણન કર્યું તે મેં સાંભળેલ છે. અહીં તો બધાંની માળા કરમાયેલ છે. આંખ ઉઘાડ-બંધ થાય છે. હું પણ હવે સામી ચાલબાજી કરું. તેણે પણ સત્કૃત્યની જ વાત કરી. અભયકુમારે છેડી દેવો પડ. પણ ચોર તુરંત પહોચ્ચે વીર પ્રભુના શરણે.
હે ભગવન! આપની કૃપાથી બચ્યો છું. મારે ઉદ્ધાર કરે. અભયકુમારની ક્ષમા માંગી, ચારિત્ર લીધું અનશન કરી સ્વર્ગે ગયો.
જે અનાયાસે વાણું શ્રવણ પણ કલ્યાણકારી બને તો શ્રાવકને વર્ગ તો ઓળખાય જ જિનવાણી શ્રવણ ને આધારે. તે કેટલું આમ હિત સાધી શકે .... પણ જે અરિસા જેવા શ્રાવક હોય તે !
(૨) ધજા જેવા શ્રાવક - શ્રાવકને બીજો પ્રકાર ધજા જે ચંચળ છે. જેમ ધજાને હવા લાગે તો એકથી બીજી તરફ ઉડે, વળી સ્થિર થઈ જાય. આ શ્રાવકે જિનવાણી સાંભળે ત્યારે સ્થિર થાય ખરા પણ ફરી દુનીયાના ચકકરમાં સંસારના રંગે રંગાવા લાગે. ઉપાશ્રયમાં હોય ત્યાં સુધી સારા, બહાર નીકળ્યા કે પાછા હતા ત્યાં ને ત્યાં.
(૩) થાંભલા જેવા - આ પ્રકારના શ્રાવકે કદાગ્રહી હોય છે. જેમ થાંભલાને ગમે તેટલો ઉપદેશ આપો પણ તે જડને જડ રહે. ચેતન આવે જ નહીં તેમ આ પ્રકારના શ્રાવક ગમે તેટલું ઉપદેશ શ્રવણ કરે પણ કદાગ્રહ ન છોડે
(૪) ખરટક- આ પ્રકારના શ્રાવકને ઉપદેશ તો ન જ ગમે પણ સામે પક્ષે ગુરુના હૃદયને લીધે તેવા શબ્દો બોલે. બીજી રીતે કહીએ તે જેમ અશુચિ પતે તો ખરાબ જ હેય પણ તે બીજાને પણ પિતાને ગંદવાડ ઉડાળે તેમ આવા શ્રાવકે પિતે તે બગડે પણ બીજાને પણ બગાડનારા હોય.
આ વર્ગ પ્રતિકમણાદિક ક્રિયા કરતો હઈ વ્યવહાર શ્રાવક કહેવાય પણ નિશ્ચયથી મિથ્યામતિ જ હેય.
માટે અરિસા જેવા શ્રાવક બની પારલેકની હિત બુધિએ ઉપયોગ પૂર્વક જિનવાણું શ્રવણ કરી કર્મ નિર્જરા થકી મેક્ષમાર્ગના આરાધકબને તે જ શુભકામના ...