________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
માત્ર માહિતીના ભાર ઊંચકતા મજુર બનશે તે ગધેડા અને તમારામાં કે કેટલે રહેશે?
શાસ્ત્રકાર મહર્ષિ શ્રાવકના અર્થને વધુ સ્પષ્ટ કરવા તેના ચાર પ્રકારે વર્ણવે છે. ચાર પ્રકારના શ્રાવકે
(૧) અરીસા સમાનઃ જેમ અરીસામાં આબેહુબ પ્રતિબિંબ ઝીલાય તેમ આ પ્રકારના શ્રાવકે જિનવાણી શ્રવણનું હુબહુ પ્રતિબિંબ ઝીલે છે. એટલે કે પ્રવચન સાંભળે તેને એ જ સ્વરૂપે હૃદયમાં અવધારે છે. અને જિનવાણ પરત્વે પૂર્ણ આદર-બહુમાન ધરાવતા હોય છે. કેવું બહુમાન :
इणमेव निग्गंथं पावयण सच्च अणुत्तरं केवलिअंपडिपुन्न नेआउअं संसुद्धं सललगत्तणं सिद्धिमग्गं मुत्तिमगं निज्जाणमग्गं निव्वाणमग्गं
अवितहम् अविसन्धि सम्वदुखप्पहीणमगं આ નિગ્રંથ પ્રવચન-અર્થાત્ જિનવાણી સત્ય છે એટલે કે સજનેને હિતકારી છે, (અનુત્તર) જેનાથી શ્રેષ્ઠ બીજું કઈ પ્રવચન નથી, (કેવલિએ) અદ્વિતીય છે. જેના જેવું પણ બીજું કઈ પ્રવચન નથી. વળી આ જિનવાણ પ્રતિપૂર્ણ છે. ન્યાયથી યુક્ત અને મુક્તિ પ્રાપ્ત કરાવનાર છે, દેષ વિનાની એવી સર્વથા શુદ્ધ છે. ત્રણ પ્રકારના શલ્યાને કાપી નાખનાર છે, સિદ્ધિ ગતિ અને મુક્તિ એટલે કે મેક્ષના માગ રૂ૫ છે. સિદ્ધશિલા એ પહોંચવાના માર્ગરૂપ-સકળ કર્મોના ક્ષયથી પ્રગટતા આત્માના અનંતના સુખના માર્ગરૂપ, જગતને પૂજાના સ્થાન રૂપ, મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ શાશ્વત અને સર્વ છે જ્યાં સર્વથા ક્ષીણ થયા છે. તે માર્ગના કારણભૂત એવું આ જિન પ્રવચન છે.
આ જિનવાણુની આરાધનામાં જ સ્થિર થવાથી જીવો સિધ્ધી પામે છે-બોધ પામે છે. કર્મોથી મુક્તિ પામે છે-- સર્વ રીતે શાંતી પામી-સર્વ દુઃખોને અંત કરે છે.
માટે જ તે ધર્મ સદૃદહામિ-તે ધર્મની હું શ્રદ્ધા કરું છું.
જોતિ રૂતિ થાવની વ્યાખ્યા ત્યારે જ ફળીભૂત બને જ્યારે આ રીતે પ્રવચન એટલે કે જિનવાણીને હૃદયમાં આદર હય, બહુમાન હોય-શ્રદ્ધા હોય અને તદનુસાર પ્રવૃત્તિ માટે પુરુષાર્થ હેય.