________________
સાંભળવાની કળા
(9
અર્જુનમાલી સ્તબ્ધ થઈ ઉભું રહી ગયો છે. યક્ષ સુદર્શનના પ્રભાવથી ચાલ્યા ગયે. અર્જુનમાલી ધબ કરતે જમીન પર પડ. સુદર્શન કાયોત્સર્ગ પારી જુએ છે ત્યાં અર્જુનને પણ ચેતના આવી જતાં પૂછે કે ભાઈ! કયાં જાઓ છો ? સુદર્શન કહે–પ્રભુની વાણું સાંભળવા.
આનું તે નામ જ સુદર્શન– જેનું દર્શન સુંદર છે તે દર્શન એટલે શ્રદ્ધા. અર્થ કરીએ તો સુંદર શ્રદ્ધાવાળા અને સામા ય અર્થમાં મોટું જેવું ગમે તેવો એટલે કે જેનું દર્શન સારું લાગે તે સુદર્શન, તેને જોઈને અર્જુનમાલી પણ સાથે ચાલ્યા. નગરવાસી પણ સુદર્શનની શ્રદ્ધા અને જિનવાણી શ્રવણના રાગની પ્રશંસા કરે છે. પ્રભુની વાણું સાંભળી અર્જુનમાલી પ્રતિબંધ પામ્યો. દીક્ષા લીધી. અભિગ્રહ ધારણ * કરી છ માસ સુધી નિરતિચાર ચારિત્ર પાળે છે. પુરા છ માસ સાતસાત જીની હત્યા કરનાર અર્જુન માલી એટલે કે ૬ મહિનાના ૩૦ દિવસ લેખે ૧૮૦ દિવસ X ૭ હત્યા = ૧૨૬૦ જીની હત્યાનું પ્રાયશ્ચિત છ માસ સુધી કરી છેલ્લે પંદર દિવસની સંલેખના પૂર્વક કાળઘર્મ પામી મેક્ષે ગયા.
માટે જ શાસ્ત્રકાર મહારાજા જણાવે છે કે સવળે ના ૦ વિનાને શાસ્ત્ર શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન. એ રીતે ક્રમશઃ પચ્ચકખાણ, સંયમ, તપ, નિર્જર ને છેલ્લે મેક્ષ પ્રાપ્ત થાય છે.
પણ બધાની જડ શું ? શાસ્ત્ર શ્રવણ કઈ રીતે? પરલેકની હિત બુદ્ધિએ—માત્ર ભાષા વગણના મુદ્દગલે કાનને ગમે તેટલા માટે જ વ્યાખ્યાન નથી સાંભળવાનું. श्रवन्ति यस्य पापानि पूर्व बद्धान्यनेकशः
आवृत्तश्च व्रते नित्यं श्रावक: सोऽभिधीयते પૂર્વે બંધાયેલા અનેક પાપ જેમને ઘટે અને જે નિરંતર વ્રત (પચ્ચક્ખાણ) થી પરિવરેલું હોય તેને શ્રાવક કહેવાય. એટલે કે શ્રાવક નિર્જ તવની શ્રદ્ધા કરી પૂર્વના પાપ ઘટાડે અને સંવર તત્વના આદર પૂર્વક નિત્ય વ્રતનિયમોથી જીવે.
વાણી શ્રવણનું મહત્ત્વ કયારે? જે નિર્જરા અને સંવર પૂર્વક મેક્ષને અથી બને તે... વાણું શ્રવણ કાનની મજા માટે નથી. પણ આદરવા માટે છે. સાંભળીને તે પ્રકારની કરણું કરવા માટે છે, બાકી