________________
શ્રાવક સાધુ સરી થાયે.
(૧) અયોગ્ય આસન :- પગ ઉપર પગ ચડાવવા વગેરે.
(૨) અસ્થિર આસન - ડગમગતા અથવા જ્યાંથી ઉઠવું પડે તેવા આસને બેસવું.
(૩) ચલષ્ટિ – સામાયિકમાં ચારે બાજુ નજર ફેરવવી કે ડાફળીયા મારવા.
(૪) સાવદ્ય ક્રિયા :– ઈશારાથી ઘરકામ સંબંધિ વાત કરવી. (૫) આલંબન :– ભીંત કે થાંભલાને આલરવું. (૬) આકુચન-પ્રસારણું :-- હાથ પગ લાંબા-ટુંકા કરવા. (૭) આળસ મરડવી. (૮) મટન દોષ - હાથ પગના ટચાકા ફોડવા. (૯) મલ દોષ :– શરીરને મેલ ઉતારો. (૧૦) વિમાસણ - સામાયિકમાં એદીની માફક પડયા રહેવું. (૧૧) નિદ્રા :– સામાયિકમાં ઉંઘવું.
(૧૨) વસ્ત્ર સંકોચન - મુહપત્તી–ધતી વગેરે વસ્ત્રો સંકોચવા.
આ રીતે મનના દશ દોષ, વચનના દશ દેાષ અને કાયાના બાર દોષ એવા બત્રીશ દોષ ટાળવા પૂર્વક સામાયિક કરતે શ્રાવક–સમજો રૂવ લાવવો હો–એ પાઠને ચરિતાર્થ કરવા સમર્થ બની શકે છે.*
સામાયિક દોષ રહિત કરવા અંગે આટલી વિશદ ચર્ચા કર્યા બાદ ફરીથી સામાયિકના જુદાં જુદાં આઠ ભેદમાંના બે ભેદ પરિણા અને પ્રત્યાખ્યાન સામાયિકને અર્થ સમજી લે તે સામાયિક એટલે શું? તે ખ્યાલ આવી જશે,
પરિજ્ઞા સામાયિક - પરિણા એટલે તત્ત્વનું જાણપણું આવતા વિષયે પ્રત્યે અણગમે થ તે. તેમ થતાં ઈન્દ્રિય નિગ્રહ થાય, ઈન્દ્રિય નિગ્રહથી મને નિગ્રહ થશે, મને નિગ્રહથી ધ્યાન અને સ્થિરતા પ્રાપ્ત થતાં મેક્ષ થશે.
ઈલાચીકુમારને સામાન્ય નટડી પર મેહ જાગે, લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, નટ કહે તમે નટકળામાં પ્રવીણ થઈ જાઓ તે કુંવરી મળે. ઈલાચી કુમાર ડા સમયમાં તે કુશળ નટ બની ગયે.
*(નોંધ : વિક્રમની ૧૯ મી સદીમાં પંડિત વીરવિજયજીએ બનાવેલ ૩૨ દોષની સઝાયમાં અને આ કલેક મુજબના ૩ર દોષમાં છેડો ફરક છે.)