________________
શ્રાવક સાધુ સરીખે થાયે.
૧૬૫
ગિજુભાઈને મનમાં એક ડંખ રહી ગયો. અરે! હું આદર્શ શિક્ષક કહેવાવું છું. પણ હજી મારામાં આટલે દોષ છે કે હું વિદ્યાથને વાલી ન બની શકે. બીજે દિવસે પેલા વિદ્યાર્થીને બોલાવીને હાથમાં પૈસા મુકયા. ને કહ્યું “ જા તું આજે પાઠય પુસ્તક ખરીદી લેજે.”
વિદ્યાથી ગળગળો થઈ ગયે, સાહેબ! તમે તે મારા શિક્ષક છો, વાલી ડાં છે કે હું પૈસા લઉં. ત્યારે ખુદ ગીજુભાઈની આંખે ભીની થઈ ગઈ. ગિજુભાઈ કહે બેટા હું પણ એમ જ માનતા હતા કે હું શિક્ષક છું પણ કાલે મારી દૃષ્ટને દોષ દૂર થાય છે. દરેક શિક્ષકે પણ આ દેષ નિવારી વહેલું મોડું સમજવું પડશે કે તેઓ વાલી પણ છે.
આ રીતે દોષ નિવારણની દષ્ટિ તે તમારે જાતે જ કેળવવી પડશે અમે તે માત્ર તમને સામાયિકના ૩૨ દોષ ગણાવી દઈએ. શુભ ગુરુ ચરણે નામી શીશ, સામાયિકના દોષ બત્રીશ એ બરાશે દોષ નિવાર, સામાયિક કરજે નરનાર.
સામાયિક દોષ રહિત થઈ શકે તે માટે દશ મનના, દશ વચનના બાર કાયાના એમ કુલ બત્રીસ દોષ જણાવેલા છે. ૦ મનના દોષ :
अविवेक जसो कित्तो लाभत्थी गव्वमय नियाणत्थी संसय रोस अविणओ अबहुमाणए दोसा भाणियव्या (૧) અવિવેક દોષ :- આત્મહિત સિવાયના અન્ય વિચારો કરવા, શરીર જ માત્ર કટાસણું ઉપર હોય અને મન સંસારમાં ફેરા ફરતું હોય તે સામાયિક દુષીત થાય.
(૨) યશ કિતી દોષ :- સામાયિક કરતાં લોકે મારી વાહ વાહ કરશે, મને ધમષ્ઠ કહેશે, મારી કીર્તિ ગવાશે. એવું વિચારી સામાયિક કરે તે સામાયિક દુષીત થાય. પછી વાહવાહ માંથી હવાહવા થઈ જાય.
(૩) લાભ વાંછા દેષ - સામાયિક દ્વારા કોઈપણ જાતના ધન કે લાભની ઈચ્છા રાખવી તે.
(૪) ગર્વ દેષ :- હું સામાયિક કરું છું માટે બીજા કરતા ચઢીયાત છું એમ વિચારવું.