________________
શ્રાવક સાધુ સરીખે થાય.
૧૬૩
એક બહુરૂપીઓ-તેને નવાણું જુદાજુદા વેશ ભજવતા આવડે. તેને મનમાં થયું કે હવે એક વેશ શીખી લઉં તે પુરા ખેલ કરી શકું. એટલામાં તેને સાધુ નજરે ચડયા. તેને થયું કે આ વેશ ભજવનાર કેઈ નથી તે હું સાધુને વેશ ભજવું. બહુરૂપીયાને લજજા હેય નહીં. તે તે પંદર પંદર દિવસ સુધી સાધુ પાછળ ભટક. ગોચરી-પાણીપડિલેહણ સઘળી વિધિને ધ્યાનથી જુએ છે, બરાબર વેશ ભજવતા શીખી ગયે. સે વેશ શીખી ગયા બાદ ગ રાજાને ત્યાં.
રાજાને રોજ નવા નવા વેશ ભજવીને બતાવે. રાજા ખુશ ખુશ થઈ ગયે. આમને આમ નવાણ દિવસ પસાર થઈ ગયા. રાજાને એકથી એક વેશ ચઢીયાતે લાગે છે, એ મે દિવસ આવી ગયે. આજે છેલ્લે વેશ ભજવવાને છે. રાજા પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.
બહુરૂપી આવ્યા. મુનિવેશ ધારણ કરીને બોલ્યો “ધર્મલાભ” રાજાને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ આવી. ૧૦૦૦૦ સોનામહોરને થાળ ભરીને બહુરૂપીને આપ્યો. પેલે બહુરૂપી કહે, અમને આ ન ખપે. “ધર્મલાભ” કહીને તે તે ચાલ્યો ગયો પાછો.
બીજે દિવસે સવારે મૂળ વેશે આવ્યો, રાજા પાસે દક્ષિણ માંગી. રાજ કહે કેમ? ગઈકાલે તે તને ૧૦૦૦૦ સેનામહોરનો થાળ ભેટ આ તે તેને કહ્યું કે મને ખપે નહીં.
નામદાર જે વેશ ભજવવા આવેલે તેને અનુરૂપ વર્તન હતું. તેમ ન કરું તે વેશ લાજે અને અમારી કલા પણ બેટી પડે.
તમે માત્ર ૪૮ મિનિટ માટે, અરે કદાચ સામાયિકને બદલે પૌષધ કરે તે એક આખે દિવસ પણ આ વેશ ભજવી શકે ખરા? કેઈક વખત તે બે ઘડીને વેશ બરાબર ભજવી જુઓ તે કમળો દૂર સવનો રો ---
શ્રાવક સાધુ સરીખે થાયે' એ ઉક્તિની સાર્થકતા સમજાઈ જશે.
પ્રશ્ન :- સમાગ વય ડુતો માં સામાયિકને વ્રત કેમ કહ્યું? તસ્વાર્થ સૂત્ર: અધ્યાય : ૭ સૂત્ર ૧ ફ્રિલાઇનૃતતૈયા ગ્રહ - mો વિરતિતિ હિંસા, અમૃત, ચેરી, અબ્રા, પરિગ્રહથી વિરત થવું તે વ્રત કહેવાય. સામાયિકમાં પણ સાવદ્ય વેગથી વિરત થવાનું છે માટે તેને વ્રત કર્યું.