________________
૧૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
,
પણ માલિક આટલી ઉતાવળ શા માટે કરે છે? તમે હાથ-પગ ધઈ લો પછી ચાદરની ખેરાત જાતે જ કરો.
અબ્દુલ હુશેન કહે, ના ભાઈ! મારાથી જરા પણ રાહ જોવાય તેમ નથી. એક તે સત્કાર્યના વિચારે જવલ્લે જ આવે છે. ક્યાંક કેઈ શયતાન વિચાર ચઢી આવે તે પછી હૃદયમાં જાગેલી ભાવના ઉડી જાય, આયુષ્ય તે ક્ષણ માત્ર છે, પ્રમાદથી એ ક્ષણ નકામી જવા દઈ એ તે નેકી માટે બીજી ક્ષણ ન આવે, એટલે તું હમણું જ આ ચાદરની ખેરાત કરી આવ. નોકર ફકીરને ચાદરની ખેરાત કરવા ગયા પછી જ મહાત્મા અબ્દુલ હુશેને નમાજ પઢી. - એ રીતે જીવને સામાયિક કરું એ વિચાર જ પુન્ય યોગે આવે. વિચાર આવ્યા પછી આચરણમાં મુકવાનું મન ઓછાને થાય, મન થઈ જાય તે સ્થિરતા ન રહે, અને જે મન સ્થિર રહે તે ચારિત્રની વિશુદ્ધિ થઈ શકે તે માટે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. * આ પ્રયત્ન કરવાની વાત મારા પિતાની નથી કરતે પણ શાકાર મહર્ષિએ તેનું પ્રમાણ આપે છે. વઘુમો સાઈ . કયાં આવે છે. આ વાત ? સામાયિક પારવાના સુત્રમાં, ત્યાં જણાવ્યા મુજબ વારંવાર સામાયિક કરવી જોઈએ.”
વળી સામાયિક વારંવાર કરવાનું કહ્યું, તેનું ઠોસ કારણ દર્શાવતા સુંદર શબ્દ મુક્યા સામાય વયનુત્તો..........સામાઈક વ્રતથી યુક્ત (સામાયિકમાં રહેલે એવો શ્રાવક) જ્યાં સુધી અને જેટલી વાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલી વાર તે અશુભ કર્મને નાશ કરે છે. નિદ્ મુહૂં મે
વળી સામાયિક કે પૌષધમાં સામાયિકના મહત્વને દર્શાવતાં કેટલા મહત્વપૂર્ણ વાક્યને ગુંથી લીધું છે. સમMો રૂવ સાવ ટ્રોફ શ્રાવક સાધુ સરીખે થાયે. તમે બે ઘડીનું સામાયિક કરે તે બે ઘડી માટે અને પૌષધ કરે તે આખા દિવસ માટે– “શ્રાવક સાધુ જે ગયે.”
તમારે સામાયિકમાં આ વેશ કેટલી મિનિટ ભજવવાને છે? માત્ર અડતાલીશ મિનિટ. તમને આટલે વખત પણ સાધુ વેશ ભજવતા આવડે છે ખરો ?